બજેટના પ્રારંભમાં જ ખેડૂતો માટે મોટું એલાન: PM કિસાન ક્રેડિટ કાર્ડથી લઇને ધન ધાન્ય યોજના

Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ ધરાવતું લાલ બોક્સ ખોલવામાં આવ્યું છે. તેમાં શું છે, કોના માટે, તેની જાહેરાત કરવામાં આવી રહી છે. નિર્મલા સીતારમણ આજે ક્રીમ રંગની સાડીમાં જોવા (Union Budget 2025) મળી રહી છે. આ મોદી સરકાર 3.0 નું પહેલું પૂર્ણ-સમયનું બજેટ હશે. ગરીબો, મહિલાઓ, ખેડૂતોથી લઈને પગારદાર વર્ગ સુધી, દરેકને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. મધ્યમ વર્ગ આવકવેરામાં રાહતની આશા રાખી રહ્યો છે.

બજેટમાં અત્યાર સુધીની મોટી જાહેરાતો
1. ડેરી અને માછીમારીના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને 5 લાખ સુધીની લોનની જાહેરાત
2. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 5 લાખ સુધી વધારાશે
3. કપાસ પ્રોડક્શન મિશનનું એલાન
4. ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે 5 લાખ સુધીની લોન
5. માછીમારો માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવીશું.
6. 5 લાખ મહિલાઓ માટે નવી યોજના લાવીશું. SC-ST વર્ગની મહિલાઓને લાભ મળશે.
7. પરંપરાગત સુતી ઉદ્યોગને પ્રોત્સાહન આપીશું.
8. બિહાર માટે મખાના બોર્ડનું એલાન
9. સ્ટાર્ટઅપને 20 કરોડ સુધીની લોન આપીશું.
10. MSME માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા.

SC/ST મહિલાઓ માટે નવી યોજનાની જાહેરાત
આ યોજના 5 વર્ષ માટે જાહેર કરવામાં આવી છે.
આ યોજનાથી 5 લાખ SC/ST મહિલાઓને મદદ મળશે
10,000 કરોડ રૂપિયાના ભંડોળનો એક નવો ભંડોળ ઉમેરવામાં આવશે.

ક્રેડિટ ગેરંટી યોજનાની મર્યાદામાં વધારો
SME માટે ક્રેડિટ ગેરંટી વધારીને ₹10 લાખ કરવામાં આવી
સ્ટાર્ટઅપ ક્રેડિટ ગેરંટી વધારીને ₹20 લાખ કરવામાં આવી

કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો
કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ₹ 3 લાખથી વધારીને ₹ 5 લાખ કરવામાં આવી
કિસાન ક્રેડિટ દ્વારા 7 કરોડથી વધુ ખેડૂતો લોન મેળવી શકશે

કપાસ ખેડૂતો માટે મોટી જાહેરાત
કપાસ ઉત્પાદકતા મિશન, લાખો ખેડૂતોને લાભ, આ પંચ વર્ષીય મીશન કપાસની ઉત્પાદકતા અને કપાસના વધારે લાંબા રેશાવાળી જાતના ઉત્પાદનમાં લાભ થશેકિસાન ક્રેડિટ કાર્ડ, 7 કરોડ ખેડૂત, માછીમારો, કિસાન ક્રેડિટ લોન માટે ઋણ સીમા 3 લાખ વધારવામાં આવશે.