Ambalal Patel Predicts: ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઉચકાતા છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ (Ambalal Patel Predicts) દ્વારા બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના હવામાનમાં પલટો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે આ સિસ્ટમ નબળી પડતાં ગુજરાતના હવામાનમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગે આપી આ આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 2 થી 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો ચોક્કસ જોવા મળશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતના રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાટણ જિલ્લામાં વાદળિયું વાતાવરણ રહેશે. જ્યાં નીચલા લેવલના વાદળો બંધાશે, ત્યાં કોઈ-કોઈ જગ્યાએ માવઠું પડી શકે છે. એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠારૂપી ખતરાથી બહાર નથી આવ્યા.
ઉત્તર તરફથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે, તેના કારણે રાજસ્થાનમાં માવઠાનો વરસાદ પડી શકે છે. જેથી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઝાપટા પડશે, જે શિયાળું પાકને નુકસાન કરે તેવી શક્યતા રહેશે.વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા જિલ્લામાં વધારે પડતાં ઘાટા વાદળ ઘેરાઈ શકે છે. આ 4 દિવસ દરમિયાન ચાર જિલ્લાના એકાદ સેન્ટરમાં છૂટાછવાયા ઝાપટા પડશે.
અંબાલાલ પટેલે કરી આ આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં જે મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવવાની ધારણા હતા, તે નબળો પડી ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં મોટું માવઠું આવવાની શક્યતા નહીવત છે. જો કે અરબી સમુદ્ર અને અરબ સાગરના ભેજના કારણે આગામી 2 થી 5 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. આ દરમિયાન મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા છાંટા કે મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં 5 મિમી જેટલો વરસાદ પણ વરસી શકે છે.
ખેડૂતો માટે ચિંતાનો વિષય
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતના ઘણાં ભાગોમાં વાદળવાયુંની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરિત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે બાદ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ તેમજ માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App