વધુ એક ગ્રીષ્મા કાંડ: છોકરીએ વાત કરવાની ના પાડી તો કાપી નાખ્યું ગળું, 3 વર્ષથી કરતો હતો હેરાન

Indore Crime News: મધ્યપ્રદેશના ઇન્દોરમાં સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટના બની છે. ઇન્દોર જિલ્લામાં એક વ્યક્તિ એમબીએની વિદ્યાર્થીનીનું ગળું કાપી (Indore Crime News) તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ પોલીસે આ મામલે 23 વર્ષીય વ્યક્તિની શુક્રવારની રોજ ધરપકડ કરી છે.

પોલીસે ઘટના વિશે જાણકારી આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી યુવતીને છેલ્લા 3 વર્ષથી હેરાન કરતો હતો. આ મામલે જાણકારી મળ્યા બાદ કરતા દિવસ સુધી બજાર અને દુકાનોને બંધ રાખવામાં આવી હતી. હાલમાં માહોલ શાંતિપૂર્ણ છે.

વિદ્યાર્થીની તબિયત સ્થિર
ઉચ્ચ પોલીસ અધિકારી ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું કે અહીંયાથી લગભગ 40 કિલોમીટર દૂર સાંવેર વિસ્તારમાં અમન શેખએ ગુરુવારની બપોરના રોજ એમબીએની વિદ્યાર્થીના ગળા પર ચાકુ ચલાવી દીધું હતું. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીનીને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં ઈલાજ બાદ તેની પરિસ્થિતિ સ્થિર છે. તે જોખમથી બહાર છે. ડીએસપી ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી અમન શેખને વિદ્યાર્થીનીના હત્યાના પ્રયાસમાં પકડી પાડવામાં આવ્યો છે.

વાત કરવાની ના પાડી એટલા માટે કર્યો હુમલો
ડીએસપીએ જણાવ્યું કે વિધાર્થીનીએ અમને કહ્યું છે કે આરોપી અને તે વિદ્યાર્થીની એક જ કોલેજમાં ભણતા હતા. આરોપી તેનો પીછો કરી તેની સાથે જબરજસ્તી વાત કરવા માંગતો હતો. યુવતીએ જ્યારે આરોપી સાથે વાત કરવાની ના પાડી, તો તેણે વિવાદ કરી, તેની પર ચાકુથી હુમલો કરી દીધો.

છેલ્લા 3 વર્ષથી કરતો હતો હેરાન
તેમજ વિદ્યાર્થીનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે તે આરોપી અમન શેખ તેને છેલ્લા ત્રણ વર્ષથી હેરાન કરી રહ્યો હતો. ના પાડી હોવા છતાં તે સુધરતો ન હતો. આ દરમિયાન વિદ્યાર્થીની હત્યાના પ્રયાસને લઈને હિન્દુ સંગઠનો લડી લેવાના મૂડમાં છે. તેમના દ્વારા શુક્રવારે અડધા દિવસ સુધી બજાર અને બધી ઓફિસો બંધ કરાવવામાં આવી હતી. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.