થાકી ગયો છું, હવે નહીં ચલાવું…કુંભમેળા ટ્રેન છોડી ડ્રાઇવરે ચાલતી પકડી, જાણો પછી શું થયું?

Mahakumbh Train News: મહાકુંભ દરમિયાન એક તરફ મુસાફરો ટ્રેનની અંદર ભારે ભીડથી મુશ્કેલીમાં છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશના નિગતપુરમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં ટ્રેન યાત્રિકોનો ગુસ્સો અધિકારીઓ પર તૂટી પડ્યો. થયું પણ એવું કે આ કુંભ મેળા (Mahakumbh Train News) સ્પેશિયલ પેસેન્જર ટ્રેન યાત્રીઓને લઈને પ્રયાગરાજથી વારાણસી જઈ રહી હતી. વચ્ચે એક સ્ટેશન પર ટ્રેન રોકી ડ્રાઇવર થાકી ગયો છું એવું કહી ચાલતો થયો હતો. ટ્રેન 2 કલાક સુધી ત્યાં જ ઉભી રહી હતી. ત્યારબાદ રેલ્વે અધિકારીઓ અને વારાણસી પ્રશાસને યાત્રિક કોઈ સોશિયલ મીડિયા પર જાણકારી આપી. ત્યારબાદ બીજા ડ્રાઇવરને બોલાવી ટ્રેનને આગળ વધારવામાં આવી હતી. ટ્રેન 5 કલાક બાદ નીગતપુર સ્ટેશનથી રવાના થઈ શકી.

મળતી જાણકારી અનુસાર કુંભ મેળા સ્પેશિયલ પેસેન્જર ટ્રેન નંબર 0537 યાત્રિકોને લઈને પ્રયાગરાજથી વારાણસી માટે રવાના થઈ હતી. સવારે 11:00 વાગે ટ્રેન નિગતપુર સ્ટેશન પર પહોંચી. ડ્રાઇવર નથુલાલએ મિરઝાપુરના કછવા ગામ પાસે નિગતપુર સ્ટેશન પર ઉભી રાખી દીધી. નથુલાલે કહ્યું કે તે 16 કલાકથી સતત ટ્રેન ચલાવી રહ્યો છે અને તે ખરાબ રીતે થાકી ગયો છે. થાકને લીધે હવે તે ટ્રેન નહીં ચલાવી શકે.

ટ્રેન ડ્રાઈવર નથુલાલે કહ્યું કે આગળ ટ્રેન લઈ જવાની હિંમત હવે વધી નથી. તેમનો શરીર જવાબ આપી રહ્યું છે. એટલું કહી નથુલાલ ટ્રેન છોડી ત્યાંથી ચાલી નીકળ્યા હતા. 2 કલાક સુધી ત્યાં જ રોકાઈ હતી, જેના કારણે શ્રદ્ધાળુઓનો આક્રોશ વધવા લાગ્યો. બપોરે 1:00 વાગ્યે લોકોને ખબર પડી કે ટ્રેનનો ડાઈવર તો ટ્રેન મૂકીને ચાલતો થઈ ગયો છે. શ્રદ્ધાળુઓમાં ધીરજ ખૂટી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વારાણસી પ્રશાસન અને રેલવેના અધિકારીઓને શ્રદ્ધાળુઓએ જાણકારી આપી હતી.

લોકોની મુશ્કેલીને જોતા સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવામાં આવી અને તાત્કાલિક તે મામલે હસ્તક્ષેપ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ અધિકારીએ રેલવે અધિકારીઓ સાથે વાતચીત કરી બીજા ડ્રાઇવરની વ્યવસ્થા કરાવી હતી. લગભગ 3 કલાક બાદ સાંજે 4:00 વાગ્યે ક્યાંથી ટ્રેન વારાણસી માટે રવાના થઈ હતી.