USA Air Strike: અમેરિકાએ સોમાલીયામાં આતંકવાદી સંગઠન ISIS ના ઠેકાણા પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાની (USA Air Strike) વાયુસેનાએ આ એર સ્ટ્રાઈક કરી છે, જેમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ટ્રમ્પએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ જાણકારી આપી છે. તેના લીધે સોમાલિયા ફરી એક વખત હેડ લાઈનમાં આવ્યું છે. એવામાં લોકોને આ દેશ વિશે જાણવામાં ખૂબ રસ છે. આવો તમને આ દેશ વિશે જણાવીએ.
સૌથી ગરીબ મુસ્લિમ દેશ
સોમાલીયા પ્રાકૃતિક રીતે ખૂબ સુંદર છે, પરંતુ હિંસા અને આતંકવાદએ તેને દુનિયાના સૌથી ભયાનક દેશમાં સામેલ કરી દીધો છે. ઘણા લાંબા સમયથી યુદ્ધ અને હિંસાનો સામનો કર્યા બાદ, આ દેશ દુનિયાનો સૌથી ગરીબ દેશમાંથી એક બની ગયો છે.
રિપોર્ટ અનુસાર આ એક એવો મુસ્લિમ દેશ છે, જે દુનિયાનો સૌથી ગરીબ છે. તેમજ સોમલિયાને દુનિયાનો સૌથી ચોથો ગરીબ દેશ માનવામાં આવે છે. અસ્થિરતા, સેનાનો અત્યાચાર અને સામુદ્રી ડાકુઓનો આતંક આ દેશમાં ફેલાયેલો છે. 1960માં આઝાદી મળ્યા બાદ આ દેશ સતત આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. હાલના સમયે આ દેશની કુલ વસ્તી લગભગ 1 કરોડ 26 લાખ જેટલી છે.
This morning I ordered precision Military air strikes on the Senior ISIS Attack Planner and other terrorists he recruited and led in Somalia. These killers, who we found hiding in caves, threatened the United States and our Allies. The strikes destroyed the caves they live in,…
— Donald J. Trump (@realDonaldTrump) February 1, 2025
મોગાદીશું: ક્યારેક પર્યટન સ્થળ હતું, હવે દુનિયાનું સૌથી ખતરનાક શહેર
આફ્રિકાના આ દેશમાં મોગાદીશું નામનું એક શહેર આવેલું છે, જે સોમાલીયા ની રાજધાની છે. તેને ભૂતકાળમાં હિંદ મહાસાગરનું વાઈટ પર્લ કહેવામાં આવતું હતું. આ શહેર પોતાના બીચ અને ઐતિહાસિક સ્થળોને લીધે પ્રસિદ્ધ હતું, પરંતુ હવે હિંસા અને આતંકવાદી હુમલા માટે પ્રખ્યાત છે.
1970નો સુવર્ણકાળ, જ્યારે ફક્ત વિકાસની વાતો થતી હતી
1970ના દશકમાં મોગાદીશું એક મુખ્ય પર્યટન સ્થળ હતું. સોમાલીયાનો તે સુવર્ણ કાળ હતો, જ્યારે તેની અર્થવ્યવસ્થા અને પર્યટન ઉદ્યોગ ટોચ પર હતા. 1990ના દશકમાં સોમાલીયામાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું, જેના કારણે આ દેશ સંપૂર્ણ રીતે અસ્થિર થઈ ગયો. યુદ્ધને લીધે શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું અને આતંકવાદી પ્રવૃત્તિઓ વધી ગઈ.
મોકાદીશુમાં આતંકવાદ અને સુરક્ષા સંકટ
ઘણા ઘણા દેશોએ પોતાના નાગરિકોને મોંઘા દેશોની યાત્રા કરવાની મનાઈ ફરમાવી દીધી છે. એનું એકમાત્ર કારણ એ છે કે ત્યાં સક્રિય આતંકવાદી સંગઠન અલ શબાબ જે કાયમ આત્મઘાતી હુમલા માટે કુખ્યાત છે. આ આતંકવાદી સંગઠનને સોમાલીયા દેશને સંપૂર્ણ રીતે બરબાદ કરી નાખ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App