મહાક્રેશની ભવિષ્યવાણી: 5 મિનિટમાં 5,00,000 કરોડ સ્વાહા, જાણો વિગતે

Stock Market Crash: કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો, નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઘટી ગયો અને નિફ્ટી 50 23,250 ની નીચેના સ્તર પર રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપમાં ભારે વેચાણ (Stock Market Crash) જોવા મળ્યું હતું અને BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં એક-એક ટકાથી વધુનો ઘટાડો થયો હતો. BSE-લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ પાછલા સત્રમાં રૂ. 424 લાખ કરોડથી ઘટીને રૂ. 419 લાખ કરોડ થયું, જેના કારણે રોકાણકારોને લગભગ રૂ. 5 લાખ કરોડનું નુકસાન થયું.

આ કારણોસર બજાર તૂટ્યું
નબળા વૈશ્વિક સંકેતો: ભારતીય શેરબજારે નબળા વૈશ્વિક સંકેતો પર પ્રતિક્રિયા આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફની જાહેરાત કર્યા પછી સોમવારે મુખ્ય એશિયન બજારોમાં ઘટાડો થયો હતો, જેના કારણે વ્યાપક વેપાર યુદ્ધની ચિંતા વધી હતી. જેનો વૈશ્વિક આર્થિક વિકાસ પર અસર પડી શકે છે.

ટ્રમ્પની ટેરિફ નીતિ ટેરિફ યુદ્ધ તરફ દોરી શકે છે
ટ્રમ્પ ટેરિફથી બજારની ધારણા પર અસર પડી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ડ્યુટી લગાવી છે. અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદાર ચીનથી થતી આયાત પર પણ 10 ટકા ડ્યુટી લાદવામાં આવી છે. જવાબી ટેરિફ લાદવાની પ્રક્રિયા ચાલી રહી છે. નિષ્ણાતો માને છે કે, ટ્રમ્પની ટેરિફ નીતિ ટેરિફ યુદ્ધ તરફ દોરી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રને પાટા પરથી ઉતારી શકે છે.

સેન્સેક્સમાં 700 પોઇન્ટનો કડાકો, નિફ્ટી તૂટ્યો
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટા ઘટાડે ખૂલ્યા હતા. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 77505 સામે આજે 77063 ખુલ્યો હતો. જો કે બ્લુચીપ શેરમાં વેચવાલીથી સેન્સેકસ 700 પોઇન્ટ તૂટ્યો અને નીચામાં 76756 સુધી ગયો હતો. 1 ફેબ્રુઆરી 2025 બજેટ દિવસે સેન્સેક્સ નિફ્ટી મોટી વધઘટના અંતે ફ્લેટ બંધ થયા હતા.એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23482 સામે સોમવારે 23319 ખુલ્યો હતો. નિફ્ટી 250 પોઇન્ટના ઘટાડે 23222 લેવલ સુધી ઘટ્યો હતો. બેંક શેરમાં વેચવાલીથી બેંક નિફ્ટી 450 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 260 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યો છે.

ડોલર સામે રૂપિયો 87 નીચે રોકર્ડ લો
ડોલર સામે રૂપિયો 87 નીચે રેકોર્ડ લો થયો હતો. 3 ફેબ્રુઆરી 2025ના રોજ ડોલર સામે રૂપિયો 87 લેવલ તોડી 87.11 સુધી ઘટ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ છે. ડોલર સામે રૂપિયાનો અગાઉનો બંધ ભાવ 86.61 હતો. ડોલર ઇન્ડેક્સ 108.37 સામે આજે વધીને 109.82 લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાથી રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે.