Ambalal Patel Agahi: ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું (Ambalal Patel Agahi) વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોડાસા ગ્રામ્ય પંથક સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. જિલ્લામાં 1.50 લાખ હેક્ટરમાં ઘઉં, ચણા, બટાકા જેવા પાકોનું વાવેતર કરાયું છે, ત્યારે માવઠું થાય તો તૈયાર થયેલા પાકને નુકશાન થઇ શકે છે.
ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતા
હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના હવામાનમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવાની ધારણા હતી. તે મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ આવશે.તેમણે જણાવ્યું હતું કે, 2થી 5 ફેબ્રુઆરીના વાતાવરણમાં પલટો આવશે. મોટું માવઠું ન થઈ શકે પરંતુ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે. કોઈ જગ્યાએ 5 mm વરસાદની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે.
ખેત પાકને નુકસાન થવાની ભીંતિ
સાવરકુંડલા, લીલીયા, ખામ્ભા, જાફરાબાદ પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેત પાકને નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી છે. સવારે તડકા બાદ અચાનક ઘટાટોપ વાદળો છવાઈ ગયા હતા.
જ્યાં માવઠું નહીં થાય ત્યાં પણ વાદળો જોવા મળશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં રાજ્યના અમુક વિસ્તારોમાં જે માવઠું થવાનું છે. ખાસ કરીને, ઉત્તર ગુજરાતના ભાગોમાં એવી શક્યતાઓ છે કે ત્યાં ભારે માવઠું નહીં પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસથી પડવાના છે તેવું અત્યારે લાગી રહ્યું છે.આ જે માવઠું થવાનું છે તેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો તો જોવા મળશે. જ્યાં માવઠું નહીં થાય ત્યાં પણ વાદળો જોવા મળશે. આ વાદળો એક પ્રકારે કશ હશે. જે વિસ્તારમાં વરસાદ પડે, તે વિસ્તારમાં કશ ફેલ ગયો કહેવાય.
3-4 તારીખે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં માવઠું થશે
તેમણે કહ્યું હતું કે, 3-4 તારીખે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં માવઠું થશે, ત્યારે પણ અનેક વિસ્તારોમાં આ કશ જોવા મળી શકે છે. 4-5 તારીખે જે અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થવાની છે, ઝાપટાઓ પડવાના છે, તે પડી જાય અને પાંચ તારીખે સાંજથી વાતાવરણ ખુલ્લુ થઈ જાય પછી કશ જોવા પણ બંધ થશે તેવું અનુમાન છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. વાદળોને લીધે ઉભા કૃષિ પાકોમાં રોગ આવતા હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App