AI tool viral video: આજકાલ ટેકનોલોજી પોતાની ચરમસીમાએ છે. ટેકનોલોજીને કારણે ઘણા લોકોની નોકરી જોખમમાં છે. તમને જાણીને નવાઈ થશે કે હાલમાં જ એવું એક AI ટૂલ (AI tool viral video) લોન્ચ કરવામાં આવ્યું છે જે રોટલી ગોળ છે કે નહીં તે જણાવે છે. આ અનોખો ટૂલ IIT ખડગપુરના વિદ્યાર્થી અનિમેષ ચૌહાણએ બનાવ્યું છે, જેનું નામ છે rotichecker.ai હવે સોશિયલ મીડિયા પર આ અનોખો ટૂલ #GolRotiChallenge ના ટ્રેન્ડ સાથે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયું #GolRotiChallenge
બેંગ્લોરમાં રહેતા IIT ખડગપુરના પૂર્વ વિદ્યાર્થી અનિમેષ ચૌહાણ આજકાલ સોશિયલ મીડિયા પર પોતાના આ ટુલને લીધે ચર્ચામાં છે. તમને જાણીને નવાઈ થશે કે આ એ ટૂલ પહેલા રોટલીની ગોળાઈ સ્કેન કરે છે, પછી તેને 100 માંથી રેન્ક આપે છે. આના પર અનિમેષ ચૌહાણનું કહેવું છે કે તેમણે મજાક મજાકમાં આ ટૂલ બનાવ્યું હતું, પરંતુ જેવું સોશિયલ મીડિયા પર આ વાયરલ થઈ રહ્યું છે તો બધા લોકો આચાર્ય પામી ગયા છે. મજાની વાત તો એ છે કે હવે રોકાણકારોને લઈને પણ આમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
420 likes and https://t.co/8nvLCfLuMe goes public! 🌕 https://t.co/ffhahK51jf pic.twitter.com/5d4rpFsQXV
— Animesh Chouhan (@animeshsingh38) January 31, 2025
મજાકમાં બનાવ્યું હતું ટૂલ, હવે બની ગયું કમાણીનું સાધન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ મા અનીમેશે મજાકિયા અંદાજમાં આ ટ્વિટ કર્યું હતું, કે હવે કદાચ આ ટુલને અધિકારીક રીતે લોન્ચ કરવા માટે રોકાણકારો પણ મળી શકે છે. તેની આ પોસ્ટ પર એક યુઝરે પરફેક્ટ રોટલીની તસ્વીર અપલોડ કરી હતી, જેને ટૂલ દ્વારા 100 માંથી 91 સ્કોર મળ્યો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકોના રિએક્શન આવવા લાગ્યા. સોશિયલ મીડિયા પર જોત જોતા માં #GolRotiChallenge વાયરલ થઈ ગયું. તેમજ કેટલાક લોકોએ સ્કોર જાણવા માટે આ ટૂલનો ઉપયોગ કર્યો હોવાની વાત કહી હતી.
લોકોએ આપી પ્રતિક્રિયા
ઇન્ટરનેટ પર લોકોએ ભાત ભાતની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકો અને ક્રિએટિવ સંશોધન માની રહ્યા છે. તો ઘણા લોકો અને ખૂબ મજેદાર ગણાવી રહ્યા છે. તેમજ ઘણા લોકો એવા પણ છે જે આ AI ટૂલની ઉપયોગીતા વિશે સવાલ ઉઠાવી રહ્યા છે. તેના પર કમેન્ટ કરતા કેટલાક લોકોએ કહ્યું છે કે રોટલી ફક્ત ગોળ જ નહીં પરંતુ યોગ્ય જાડાઈ અને સારા સ્વાદની પણ હોવી જોઈએ. AI દ્વારા જણાવવામાં આવેલ ગોળાઈની બાબતથી પરફેક્ટ રોટલી ન કહી શકાય. એક વ્યક્તિ લખે છે કે હવે તો પપ્પાની પરીઓની ખેર નથી. હવે સાસુ કહેશે માંને કુછ શિખાયા નહીં બસ ભેજ દિયા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App