VIDEO: મહાકુંભની ભીડમાં તમારું બાળક ખોવાય ના જાય તે માટે ગજબ જુગાડ શોધી કાઢ્યો આ પિતાએ…

Mahakumbh: કોઈપણ સમસ્યાનું સમાધાન પોતાની રીતે શોધી કાઢવું એ ભારતીયોના લોહીમાં છે. જે ગમે તેવી પરિસ્થિતિમાં જુગાડ કરી પોતાનું કામ (Mahakumbh) કઢાવી લે છે. હવે આ સમાધાન એવું હોય છે જે કોઈ પણ મુશ્કેલીના સમયે કામ આવે છે. મહાકુંભની ભારે ભીડમાં ખોવાયેલા બાળકોની સમસ્યાનું સમાધાન કરતા કેટલાક લોકોએ દેસી જુગાડ કર્યો છે.

દુનિયાના સૌથી મોટા અધ્યાત્મિક મેળામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે, અધિકારીઓ માટે સૌથી મુશ્કેલી ભર્યું કામ હોય તો એ છે કે આ વિશાળ ભીડમાં મેનેજમેન્ટ કરવું. મોટા પરિવારો સાથે અહીંયા ભેગા થયેલા લોકો ને બાળકોને સંભાળવામાં પણ મુશ્કેલી આવતી હોય છે. આવા મામલામાં બાળકો આસાનીથી પોતાના પરિવારોથી છૂટા પડી જાય છે, જેને શોધવા પરિવાર તેમ જ પ્રશાસન બંને માટે મુશ્કેલી ભર્યું હોય છે.

અહીંયા જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by The viral Topic (@theviraltopic_)

આ સમસ્યા વારંવાર આવતી હોય છે. એટલા માટે તેના દેશી જુગાડનો વિડીયો instagram પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેનથી લોકોનું ધ્યાન આ વિડીયો તરફ ખેંચાયું છે. વીડિયોમાં બાળકોની પીઠ પર કાગળ ચીપકાવવામાં આવ્યા છે. અને બાળકો ભીડ વચ્ચે ફરી રહ્યા છે. આ કાગળમાં બાળકોના ઘરનું સરનામું અને સંપર્ક કઈ રીતે કરવો તેની બધી માહિતી લખેલી છે. જેનાથી બાળકો ખોવાઈ જાય તો તેમના પરિવાર સાથે તેમનું ફરી મિલન થઈ જાય.

આ એક સરળ પરંતુ અસરકારક જુગાડ છે. મહાકુંભમાં ભારે ભીડ વચ્ચે અને ખૂબ ઓછા ખર્ચે આ જુગાડ સફળ સાબિત થયો છે.

વિડીયો પર કોમેન્ટ કરતા લોકો આ અનોખી પહેલના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેમણે આ વિચારની પ્રશંસા કરી છે, લોકોએ કહ્યું કે આ પદ્ધતિનો ઉપયોગ ન ફક્ત ભારતમાં પરંતુ આખા વિશ્વમાં થવો જોઈએ. એક વ્યક્તિએ કહ્યું કે આ ભારત વાળા ચાઇના વાળાથી કંઈ ઓછા નથી. એક વ્યક્તિએ લખ્યું કે ઈતને તેજસ્વી લોગ કહા સે આતે હૈ. એક વ્યક્તિએ લખ્યું કે આ છે નવું ભારત.