ભયાનક દુર્ઘટના: બે ટ્રક સામસામે અથડાતા લાગી આગ, 3 લોકો જીવતા ભડથું

UttarPradesh Accident: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાથી હૈયું ધ્રુજાવી દેતી ઘટના સામે આવી રહી છે. હમીરપુર જિલ્લામાં બે ટ્રક સામસામે અથડાઈ ગયા હતા. અથડામણ બાદ બંને ટ્રકમાં (UttarPradesh Accident) આગ લાગી ગઈ હતી, જેના લીધે 3 લોકો જીવતા સળગી ગયા હતા. થઈ રહેલી જાણકારી અનુસાર આ ઘટના સોમવારની રાતે હમીરપુરમાં કાનપુર સાગર રોડ પર ખીરકા ગામ પાસે થઈ હતી.

કેવી રીતે બની દુર્ઘટના?
પોલીસે મંગળવારે આ દુર્ઘટના વિશે જાણકારી આપી હતી. પોલીસના જણા બે અનુસાર ટ્રક સામસામે અથડાયા બાદ આગ લાગવાને કારણે 3 લોકોને મૃત્યુ થઈ ગયા છે. તેમજ આ દુર્ઘટનામાં 3 લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે જણાવ્યું કે દુર્ઘટના અમીરપુરના છીરકા ગામ પાસે થઈ હતી. હકીકતમાં કાબરેલ જઈ રહેલા એક ટ્રકનો અકસ્માત સામેથી આવી રહેલા બીજા ટ્રક સાથે થયો હતો.

ઘાયલોનો ઈલાજ ચાલી રહ્યો છે
પોલીસના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં ટક્કર થયા બાદ બંને ટ્રકમાં આગ લાગી હતી. તેમાં 3 લોકો જીવતા સળગી ગયા હતા અને તેમના મૃત્યુ ઘટના સ્થળે જ થયા હતા. અને 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે અમીરપુર જિલ્લામાં થયેલ આ દુખદાયક દુર્ઘટનામાં જીવ ગુમાવનારની જાણકારી આપી છે. મૃતકોમાં ગૌતમ, કપિલ અને કુવર સામેલ છે. આ દુર્ઘટના થયા બાદ હાઇવે પર 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થયો હતો.