અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓના પરિવાર જનોએ ઠાલવી પોતાની વ્યથા, જાણો કહ્યું…

US deport 33 gujarati: અમેરિકાથી કાઢી મુકવામાં આવેલ ગેરકાયદે ભારતીય પ્રવાસીઓ દેશમાં આવી ચુક્યા છે. જેમાં 33 નાગરિકો ગુજરાતીઓ છે. હવે તેમના પરિવારે (US deport 33 gujarati) એવો દાવો કર્યો છે કે તેમને તો ખબર જ નથી તે તેઓ અમેરિકા કેવી રીતે પહોંચ્યા. આ મામલે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે પણ પરત ફરેલા નાગરિકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. નીતિન પટેલે કહ્યું કે તેઓ નોકરી અને કરિયરની શોધમાં વિદેશ ગયા હતા. તેમને આરોપી તરીકે ન જોવા જોઈએ. ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ આજે વહેલી સવારે ગુજરાતીઓ પહોંચ્યા હતા. ત્યાંથી તેમને પોતાના ઘરે પહોંડવા માટે પોલીસ તેમને અલગ અલગ વાહનોમાં લઈને રવાના થઈ ગઈ છે.

‘દીકરી અમેરિકા કેવી રીતે પહોંચી મને નથી ખબર’
ત્યારે પરત ફરી રહેલા ગુજરાતી નાગરિકોમાં મહેસાણાના ચંદ્રનગર દાભળા ગામની કનુભાઈ પટેલની એક છોકરી પણ સામેલ છે. કનુભાઈએ એવું કહ્યું તે એક મહિના પહેલા તેમની દીકરી તેના મિત્રો સાથે યુરોપના પ્રવાસે ફરવા ગઈ હતી. મને નથી ખબર તે કે યુરોપથી અમેરિકા કેવી પહોંચી, તેણે આ પ્લાન ક્યારે બનાવ્યો. મારી તેની સાથે છેલ્લી વાર વાત 14 જાન્યુઐઆરીના રોજ થઈ હતી. ત્યારબાદ મેં લિસ્ટમાં તેનું નામ જોયું ત્યારે ખબર પડી કે અમેરિકા ગઈ હતી.

‘દીકરીનું અમેરિકાથી પરત ફરવાનું કારણ નથી ખબર’
અમેરિકાથી પરત ફરેલ ગુજરાતીઓમાં એક યુવતી વડોદરાના લુના ગામની પણ છે. યુવતીના કાકા પ્રવીણ પટેલે પત્રકારોને જણાવ્યું કે તે એક મહિના પહેલા જ અમેરિકા ગઈ હતી. તે નજીકમાં એ જ ગામમાં રહે છે. તેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા અને ગયા મહિને જ તે અમેરિકા ગઈ હતી. અમે ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેને ત્યાંથી પરત લાવવામાં આવી છે. અમને તેના પાછળનું કારણ ખબર નથી.

પરિવાર સાથે ઝેર પીવાની નોબત આવી શકે તેવી છે સ્થિતિ!
બીજી બાજુ અમેરિકાથી ડિપાર્ટ થયેલા લોકોના પરિવાજનોની વ્યથા સામે આવી રહી છે. અમેરિકામાં જવા માટે ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચે છે. કેટલાક લોકોએ 50-70 લાખ પ્રતિ વ્યક્તિ અને પરિવારના 1.50 કરોડ રૂપિયા ચૂકવી પણ દીધા છે. હવે ડીપોર્ટના ડરના કારણે તેઓની હાલત કફોડી બની ગઈ છે, કારણ કે જો તેઓને ડીપોર્ટ કરવામાં આવે તો પરિવાર સાથે ઝેર પીવાની નોબત આવી શકે તેવી વાત તેઓએ કરી છે.

પહેલાનું અને અમેરિકા આવવા માટેનું દેવું ચૂકવાયું જ નથી
છ મહિના પહેલાં જ પરિવાર સાથે અમેરિકા જવા માટે 1.50 કરોડ રૂપિયા ચૂકવવાના છે. આ અંગે વાત કરતા પરિવારે જણાવ્યું હતું કે અમારે દેવું થઈ જતા અમેરિકા જવાનું નક્કી કર્યુ હતું. ત્યારે સમાજના જ નાના કરતાં મોટા શહેરોમાં અમેરિકાની પોલીસ દ્વારા કડક તપાસ આગેવાને 1.50 કરોડ ચૂકવવા માટેની બોલી સ્વીકારી હતી. જેથી રકમ એજન્ટને ચૂકવી દેવામાં આવી છે. અમારે ગયાને છ મહિનાનો સમય થયો છે હવે અમને પાછા મોકલી દેવામાં આવ્યા છે તો પહેલાનું અને અમેરિકા આવવા માટેનું દેવું ચૂકવાયું જ નથી. તેના કારણે અમારે તો ઝેર જ પીવાનો વારો આવે તેમ છે.

‘ 70 લાખ રૂપિયા ચૂકવીને અમેરિકા આવ્યા છીએ’
આ રીતે જ છ મહિનાના ટ્રાવેલ્સ વિઝા લઈને ગયા બાદ પરત જ નહીં આવેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે 70 લાખ રૂપિયા ચૂકવીને અમેરિકા આવ્યા છીએ. તેમાં એજન્ટને પહેલેથી જ શરત -કરવામાં આવી હતી કે અમેરિકા નક્કી કરેલી જગ્યા પર પહોંચાડે એટલે નાણાં ચૂકવી દેવાના હોય છે. તે રીતે નાણાં તો ચૂકવી દેવામાં આવ્યા છે. પરંતુ પાછા મોકલવામાં આવે તો શું કરવું તે જ મોટો સવાલ આવીને ઊભો છે.

પુત્રની વાપસી પર માતાનું દર્દ છલકાયું
એરપોર્ટ ઓથોરિટી પ્રમામે આ લોકોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. અહીંથી ઇમિગ્રેશન અને કસ્ટમથી ક્લિયરેન્સ બાદ પંજાબ પોલીસને સોંપી દેવામાં આવશે. પરંતુ ગુજરાતના ગાંધીનગરથી કથીત રીતે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા ભારતીય નાગરિકમાંથી એકના માતાએ કહ્યું કે તેના વિશે કંઈ ખબર નથી. આંખમાં આંસુ સાથે માતાએ કહ્યું કે પુત્ર તો કમાવા માટે ગયો હતો. તેમણે કહ્યું કે પુત્ર અને પુત્રવધૂ સિવાય તેમના પરિવારમાં કોઈ નથી અને પુત્ર એકલો કમાનાર છે.