MPના શિવપુરીમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ: મિરાજ-2000માં લાગી આગ

MP Plane Crash: ભારતીય વાયુ સેના સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ગુરૂવારના રોજ ભારતીય વાયુસેનાનું એક મિરાજ 2000 મધ્યપ્રદેશના (MP Plane Crash) શિવપુરીમાં ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં લડાકુ વિમાનના બંને પાયલોટ ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. દુર્ઘટના બાદ લડાક વિમાન ખરાબ રીતે સળગી ઊઠ્યું હતું, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. આવો તમને જણાવીએ કઈ રીતે બની આ દુર્ઘટના

કેવી રીતે થઈ દુર્ઘટના?
અત્યાર સુધી પ્રાપ્ત થઈ રહેલી જાણકારી અનુસાર વાયુ સેનાનું મિરાજ 2000 લડાકુ વિમાન ગુરુવારે 2 વાગ્યે 20 મિનિટે ક્રેશ થયું છે. વિમાન શિવપુરીના કરેરા તાલુકાના સુનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેશ થયું છે. રક્ષા અધિકારીઓએ જાણકારી આપી છે કે વિમાન તે સમયે દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું જ્યારે તે નિયમિત પ્રશિક્ષણ માટે ઉડી રહ્યું હતું. દુર્ઘટનાના કારણ વિશે માહિતી મેળવાઈ રહી છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે ઇન્કવાયરીનો આદેશ કરવામાં આવ્યો છે.

પાયલોટ સુરક્ષિત
અત્યાર સુધી મળી રહેલી જાણકારી અનુસાર જે મિરાજ 2000 વિમાન ક્રેશ થયું છે, તેના પાયલેટ ઘાયલ થયા છે પરંતુ સુરક્ષિત છે. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પ્રશાસન એક ટીમને ઘટના સ્થળે મોકલી હતી. તેમજ પોલીસ પણ ઘટના સાથે પહોંચી ગઈ છે.

વાયુસેનાનું લડાકુ વિમાન શિવપુરી જિલ્લાના બ્હેરેટા સાની ગામ પાસે એક ખેતરમાં ક્રશ થયું હતું. ધુમાડો દેખાતાની સાથે જ ગામના લોકો ઘટના સ્થળ તરફ દોડ્યા હતા. જો તો જોતામાં ઘટના સ્થળે ગ્રામીણ લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. ગ્રામીણોએ ક્રેશ થયેલા વિમાનના પાઇલોટોનું રાહત બચાવ કાર્ય કર્યું હતું.