USA Deported Indian: અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી દેશનિકાલ કરવાની તૈયારીમાં છે, તે દરમિયાન ભારતે ભારતીયો (USA Deported Indian) સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અંગે, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રી (EAM) એ યુએસ સત્તાવાળાઓ દ્વારા શેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ની વિગતો આપી છે, જેમાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સંબંધિત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. વિક્રમ મિશ્રીએ કહ્યું કે વિદેશ મંત્રીએ ધ્યાન દોર્યું કે આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે, દેશનિકાલ કરાયેલા સ્થળાંતરકારો સાથે દુર્વ્યવહારનો મુદ્દો ગંભીર છે, જે અમે યુએસ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે.
ડિપોર્ટેડ પ્રવાસી ભારતીયો સાથે દુર્વ્યવ્હાર
અમેરિકી સરકાર ગેરકાયદે પ્રવાસીઓને ‘એલિયન’ તરીકે સંબોધી રહી છે. જેનાથી તેમનો એ સંદેશો તો સ્પષ્ટ છે કે એવા લોકોની ઓળખ કરવામાં આવશે અને તેમને દેશની બહાર એટલે કે ડિપોર્ટ કરી દેવાશે. બીજી બાજુ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે સંસદમાં જણાવ્યું છે કે ભારત સરકાર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સાથે સક્રિય રીતે સંપર્કમાં છે અને એ સુનિશ્ચિત થઈ રહ્યું છે કે ડિપોર્ટેડ પ્રવાસી ભારતીયો સાથે દુર્વ્યવ્હાર ન કરવામાં આવે.
અમાનવીય વર્તન સહન કરવામાં આવશે નહીં
મિશ્રીએ કહ્યું કે અમે યુએસ વહીવટીતંત્રને સ્પષ્ટ કરી દીધું છે કે દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે કોઈપણ અમાનવીય વર્તન સહન કરવામાં આવશે નહીં. જો અમને કોઈપણ પ્રકારના દુરુપયોગની જાણ થશે, તો અમે તાત્કાલિક તેને ઉચ્ચ સ્તરે ઉઠાવીશું.
આ ઉપરાંત, વિદેશ સચિવે ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપતી ગેંગ અને નેટવર્ક સામે નક્કર કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આપણે સમગ્ર સિસ્ટમમાં હાજર ઇકોસિસ્ટમ સામે પગલાં લેવાની જરૂર છે, જે ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપે છે.
ભારતમાં કોના પર એક્શન થશે?
વકીલોનું કહેવું છે કે અમેરિકી સરકારની આ કાર્યવાહી બાદ ભારતમાં એવા ટ્રાવેલ એજન્ટો વિરુદ્ધ તાબડતોડ કાર્યવાહી જોવા મળી શકે છે જે આવા લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલે છે. તેના બદલામાં ખુબ પૈસા પડાવે છે. કેકે મેનન અંતમાં કહે છે કે ગેરકાયદે પ્રવાસીઓને તેમના દેશમાં પાછા મોકલવાનો દરેક દેશનો હક છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App