સરકાર હોય તો આવી: મુખ્યમંત્રીએ 7900 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગિફ્ટ કરી સ્કૂટી બાઈક

MP School News: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવએ બુધવારે મધ્યપ્રદેશ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તરફથી લેવામાં આવેલ 2023-24ની 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓમાં (MP School News) ઉચ્ચ ક્રમાંક મેળવનાર સરકારી શાળાઓના 7900 તેજસ્વી વિદ્યાર્થીઓને મફતમાં ઈ-સ્કૂટરનું વિતરણ કર્યું હતું. સીએમ યાદવે ગોપાલના કુશાભાઉ ઠાકરે કોન્વોકેશન સેન્ટરમાં આયોજિત રાજ્ય સ્તરીય સ્કુટી વિતરણ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું. કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રતિકાત્મક રૂપે 10 વિદ્યાર્થીઓને સ્કુટીની ચાવીઓ પોતાના હાથેથી સોંપી હતી.

ઘણા વિદ્યાર્થીઓના ખાતામાં સ્કૂટી માટે પૈસા નાખવામાં આવ્યા
આ પહેલા વિદ્યાર્થીઓને તેમની પસંદગી પૂછવામાં આવી હતી કે તેમને પેટ્રોલથી ચાલતી સ્કુટી જોઈએ કે પછી ઇલેક્ટ્રીક સ્કુટી. ઈલેક્ટ્રીક સ્કુટી માટે સહમતી આપનાર વિદ્યાર્થીઓના બેન્ક ખાતામાં ₹1,20,000 નાખવામાં આવ્યા હતા ત્યારે પેટ્રોલથી ચાલતી સ્કુટી પસંદ કરનાર વિદ્યાર્થીઓને 90 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

સીએમ મોહન યાદવએ વિદ્યાર્થીઓને કરી આ ખાસ વાત
સીએમ ડોક્ટર મોહન યાદવએ કહ્યું હતું કે હોશિયાર વિદ્યાર્થીઓને સ્કુટી આપવીએ ખૂબ આનંદની ક્ષણ છે. બાર વિદ્યાર્થીઓ સાથે મેં ચર્ચા કરી છે. તમામએ પોતાનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ ડોક્ટર બનશે, વૈજ્ઞાનિક બનશે. તો કોઈએ કહ્યું કે અમે રાજનેતા બનીશું. દુનિયાનો સૌથી મહાન દેશ બનાવવો હોય તો આપણા ટેલેન્ટને આગળ લાવવું પડશે. મેરીટનો લાભ છે પરંતુ તેનાથી જોખમ પણ એટલું જ છે. જીવનમાં 10 સુખ મળી જાય તો મનુષ્યનું જીવન ધન્ય થઈ જાય છે. યોગ્યતાથી વધારે મહત્વની નૈતિકતા છે. અસંભવને સંભવ કરી દે તેનું નામ છે વિક્રમાદિત્ય.

મોહન યાદવ એ કહ્યું હતું કે મનમોહન સિંહ ફાઇનાન્સના વિદ્વાન હતા પરંતુ તે સમજી ન શક્યા કે ગરીબ માણસોના બેન્ક ખાતા ખોલી દેવામાં આવે તો પૈસા સીધા તેમના ખાતામાં જ જશે. આ કામ એક ચા વેચનાર પીએમ નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું ગરીબોના ખાતા ખોલીને. સીએમએ વિદ્યાર્થીઓને પોતાના વિદ્યાર્થી કાળના કેટલા કિસ્સાઓ પણ કહ્યા હતા. સીએમએ કહ્યું કે મને શાળામાં ચૂંટણી જીત્યો એટલા માટે બુલેટ મળી હતી. બુલેટ તો મળી ગઈ હતી પરંતુ વિચારતો હતો કે પૈસા ક્યાંથી આવશે.

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રીએ કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે આજે મને આ વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવવાનો સમય મળ્યો. અમે વિદ્યાર્થીઓમાં સ્કુટી વિતરણ કરી અમારું કાર્ય પૂર્ણ કર્યું. મને ખુશી છે કે રાજ્ય સરકાર યુવાનોને આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. મને આ કાર્યક્રમમાં ભાગ લઈ અને વિદ્યાર્થીઓ સાથે સ્કુટીની સવારી કરવામાં બહુ મજા આવી. હું આ અવસરે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું.