USA Dunki Route: અમેરિકાથી એકબાજુ ઈલીગલ બોર્ડર ક્રોસ કરીને જતા સેંકડો ભારતીયોને ત્યાંથી જ ડિપોર્ટ કરી દેવાયા હતા. તેવામાં પંજાબના (USA Dunki Route) એક શખસનું ડંકી રૂટ પર અધવચ્ચે અમેરિકા જતા સમયે મોત નીપજ્યું હતું. આ શખસ અમૃતસર જિલ્લાના અજનાલા તહસીલના રામદાસ વિસ્તારનો રહેવાસી હતો.
હવે અમેરિકાના ભયંકર ડન્કી રૂટ પર તેને હાર્ટ એટેક આવી ગયો હતો. આ મૃતક વ્યક્તિની ઓળખ થઈ ચૂકી છે, એની ઉંમર 33 વર્ષની હતી અને તેનું નામ ગુરપ્રીત સિંહ હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકા જતા સમયે ગ્વાટેમાલા પાસે તેનો જીવ જતો રહ્યો હતો. ગુરપ્રિત સિંહ છ બહેનોમાં એકનો એક ભાઈ હતો અને પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે તે ડંકી રૂટથી અમેરિકા જઈ રહ્યો હતો.
અમૃતસરના યુવકનું મોત
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ત્રણ મહિના પહેલા તેને એક એજન્ટનો સંપર કરીને અમેરિકા જવાનું પ્લાનિંગ સેટ કરી દીધું હતું. બાદમાં તે વિદેશ પણ જતો રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રસ્તામાં તેને હાર્ટ એટેક આવ્યો એ અંગે જાણકારી એની સાથે જઈ રહેલા એક અમૃતસરના યુવકે જ પરિવારને ફોન કરીને આપી હતી. તેણે કહ્યું કે હવે ગુરપ્રિત આપણા વચ્ચે નથી રહ્યો.
પરિવારે સરકારને અપિલ કરી…
બીજી બાજુ પરિવારના જણાવ્યા પ્રમાણે ગુરપ્રિતના માથે તેની બહેનોનાં લગ્નની જવાબદારી હતી જેથી કરીને તે અમેરિકા જઈ રહ્યો હતો. અગાઉ તે 6 વર્ષ પહેલા વર્ક પરમિટ લઈને યુકે ગયો હતો. તેવામાં થોડાક મહિના પહેલા ભારત પરત આવ્યો હતો અને અમેરિકા ડંકી રૂટથી જવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. હવે ગુરપ્રિતના પરિવારે સરકારને અપિલ કરી છે કે તેમના દીકરાનો મૃતદેહ ભારત લાવવામાં મદદ કરે. જેથી કરીને તેઓ ગુરપ્રીતના અંતિમ સંસ્કાર કરી શકે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App