Comedian Samay Raina: ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન દ્વારા કોમેડિયન સમય રૈનાના શો ‘India’s Got Latent’ ને બંધ કરવાની માંગ કરવામાં આવી છે તો બીજી તરફ સમય રૈનાના (Comedian Samay Raina) ગુજરાતમાં એપ્રિલમાં યોજાનારા શોની ટિકિટો અત્યારથી સોલ્ડ આઉટ થઈ ગઈ છે.ત્યારે એક વાત તો અહીંયા એ પણ પુરવાર થાય છે કે આજના લોકોને પણ એવું અશ્લીલ જોવામાં જ વધુ રસ છે.
India’s Got Latent શો સામે FIR
રણવીર અલ્હાબાદિયાએ પેરેન્ટસને લઈને કરેલી ટિપ્પણી બાદ ‘India’s Got Latent’ ચર્ચામાં આવી ગયો છે. સાયબર વિભાગે આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને શોના તમામ 18 એપિસોડ દૂર કરવા જણાવ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શોમાં અત્યાર સુધીમાં ભાગ લેનારા લગભગ 30 મહેમાનોને સમન્સ મોકલવામાં આવ્યા છે.
સમય રૈનાના શો પર પ્રતિબંધ મૂકવાની માંગ
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે. જેમાં સમય રૈનાના શો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે સમય રૈનાના શોની દેશના યુવાનો પર ખરાબ અસર પડી રહી છે.
ગુજરાતમાં સમય રૈનાના 3 શો
એકબાજુ શોને બંધ કરવાની માંગ ઉઠી છે. તો બીજી બાજુ સમય રૈનાના ગુજરાતમાં ત્રણ જગ્યાએ શો છે. જેનું નામ છે – સમય રૈના અનફિલ્ટર્ડ. આ શો અમદાવાદ, વડોદરા અને સુરતમાં યોજાવાના છે. અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે શેલા ખાતે બે બે શો યોજાવાના છે. સુરતમાં 17 એપ્રિલે સંજીવકુમાર ઓડિટોરિયમમાં બે શો યોજાશે. જ્યારે વડોદરામાં 18 તારીખે શો યોજાશે.
અશ્લીલતા ફેલાવવામાં સાથ આપવામાં એવા લોકો પણ શામેલ…!
જે ટિકિટ સોલ્ડ આઉટ બતાવે છે તેના પરથી એક વાત સાબિત થાય છે, આજના સમયમાં લોકોને પણ આવી અશ્લીલતા જોવામાં જ વધુ રસ છે. હમણાં જો સારું જ્ઞાન પીરસાવવામાં આવતું હશે તો ત્યા કોઈ એટલો રસ નહીં દાખવે, જેટલો રસ અત્યારે આ ટિકિટમાં બતાવવામાં આવ્યો છે અને આપણી વચ્ચે રહેતા એવા લોકો કે જેમને અશ્લીલ જોવું છે જો કે બધા લોકો એવા હોતા પણ નથી પણ અમુક એવા લોકો છે જે આવા અશ્લીલતા ફેલાવનારને પ્રોત્સાહન આપે છે. આ લોકોને અહિયાંથી જ અટકાવવા જોઈએ. જો આ અશ્લીલતા ફેલાવનારને નહીં અટકાવવામાં આવે તો આવનારી પેઢીનું ભવિષ્ય અંધકારમય બની જશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App