ઓમ શાંતિ: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં મહાકુંભ જતા 18 થી વધુના મોત, ઘણા ઘાયલ

stampede at New Delhi: પ્રયાગરાજ જવા માટેની ટ્રેન પકડવા માટે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડને કારણે ભાગદોડ મચી ગઈ હતી. તેમાં અત્યાર સુધીમાં 18 લોકોના મૃત્યુ થયા છે, (stampede at New Delhi)શનિવારે રાત્રે લગભગ 10:00 વાગે થયેલી આ ભાગદોડમાં 20 થી વધારે લોકો ઘાયલ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શનિ-રવિની રજાઓને લીધે મહાકુંભમાં જવા માટે હજારો શ્રદ્ધાળુઓની ભીડ પહોંચવાને કારણે સ્ટેશન પર અફરા તફરી મચી ગઈ હતી. ભીડને કાબુ કરવા માટે પૂરતી સંખ્યામાં રેલવે પોલીસના જવાનો હાજર ન હોવાને લીધે પરિસ્થિતિ બે કાબુ થઈ ગઈ હતી. ભીડમાં લોકો એકબીજા પર ચડવા લાગ્યા હતા. લોક નાયક હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગના પ્રમુખ ડોક્ટર ઋતુએ 15 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે.

મૃત્યુમાં 11 મહિલા અને 3 બાળકો સામેલ છે. 2 ના મોત લેડી હાર્ડીંગ હોસ્પિટલમાં થયા છે. આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. NDRF વિભાગની ટીમ પણ રાહત માટે સ્ટેશન પર પહોંચી ગઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આખી ટીમ અસરગ્રસ્તોની મદદમાં લાગી ગઈ છે.

મૃતકોની વિગત આ પ્રમાણે છે
1. આહા દેવી, બિહાર
2. પુનમ દેવી, બિહાર
3. લલીતા દેવી, બિહાર
4. સુરુચી, બિહાર
5. કૃષ્ણદેવી, બિહાર
6.વિજય શાહ, બિહાર
7. નીરજ, બિહાર
8. શાંતિ દેવી, બિહાર
9. પૂજા કુમાર, બિહાર
10. પિન્કી દેવી, દિલ્હી
11. શીલાદેવી, દિલ્હી
12. વ્યોમ, દિલ્હી
13. મનોજ, દિલ્હી
14. પૂનમ, દિલ્હી
15. મમતા ઝા, દિલ્હી
16. રિયા સીહ, દિલ્હી
17. બેબી કુમારી, દિલ્હી
18. સંગીતા મલિક, હરિયાણા

ફાયર વિભાગના અધિકારી અતુલ ગર્ગએ જણાવ્યું કે શનિવારે રાત્રે 9:55 વાગ્યે પ્લેટફોર્મ નંબર 14-15 પર ભાગદોડની જાણકારી મળી હતી. 4 ગાડીઓ સહિત સ્ટાફને ઘટના સ્થળે મોકલવામાં આવ્યો હતો. પ્રયાગરાજ જઈ રહેલ  શ્રદ્ધાળુ એ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ નંબર 12 પર શિવગંગા એક્સપ્રેસ જઈ રહી હતી. આ ગાડી રવાના થયાની સાથે જ ભીડ પ્લેટફોર્મ 14-15 પર આવી ગઈ.

પ્રયાગરાજની મોટાભાગની ટ્રેનો અહીંયા જ આવી રહી હતી. પ્લેટફોર્મ પર ભીડ હોવાથી લીધે ભાગદોડ મચી ગઈ. ભીડ એસ્કેલેટર અને સ્ટેશનના દરવાજા તરફ ભાગી હતી. તેનાથી ઓવરબ્રિજ તેમજ દાદર પર ભીડ વધી ગઈ હતી. તેમજ રેલવે પ્રશાસનનું કહેવું છે કે પ્લેટફોર્મ નંબર 14 પર પ્રયાગરાજ એક્સપ્રેસ ઉભી હતી. ત્યાં મોટી સંખ્યામાં મુસાફરો હતા. સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ પણ મોડી ચાલી રહી હતી. તેમના મુસાફરો તો પ્લેટફોર્મ નંબર 12-13 અને 14 પર હાજર હતા. લોકોની ભીડ વધારે હતી.

દાદર પરથી નીચે પડ્યા લોકો
એક મુસાફરે જણાવ્યું હતું કે જ્યારે ભાગદોડ થઈ તે સમયે તે અંદર જ હતો. તેણે જણાવ્યું હતું કે લોકો એકબીજા ઉપર ચડી ગયા હતા. ધક્કામુક્કી થવા લાગી હતી એટલા માટે તે દાદર પરથી દૂર નીકળી ગયો હતો, જેના બાદ લોકો એકબીજાને ધક્કા મારી રહ્યા હતા. મેં કેટલાક લોકોને ભીડમાંથી બહાર કાઢ્યા હતા.અન્ય એક યાત્રી એ કહ્યું કે સ્ટેશન પર બહુ વધારે ભીડ હતી. તેણે જણાવ્યું હતું કે લોકો પ્લેટફોર્મ નંબર 15 ની સીડી પરથી નીચે પડી રહ્યા હતા.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

પીએમ મોદીએ દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલ આ દુઃખદાયક ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડથી ખૂબ દુઃખ થઈ રહ્યું છે. મારી સંવેદના તે તમામ સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો ને પ્રભુ જલ્દીથી સાજા કરે. અધિકારીઓ આ ભાગદોડથી પ્રભાવિત તમામ લોકોની મદદ કરી રહ્યા છે.