મરણચીસોથી ગૂંજી ઉઠ્યો સુરતનો માંડવી રોડ: બોલેરો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત

Surat Accident: સુરતના માંડવી નજીક બોલેરો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બોલેરોમાં સવાર 4 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 વ્યક્તિઓને ગંભીર ઇજા (Surat Accident) પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી.

માંડવી ઝંખવાવ રોડ પર ગમ્ખ્વાર અકસ્માતની ઘટના
મળતી માહિતી અનુસાર સુરતના માંડવી ઝંખવાવ રોડ પર ગમ્ખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારે મોડી રાત્રે શ્રમિકોને લઇને જઇ રહેલી બોલરો પીકવાન જઇ રહી હતી ત્યારે સામેથી આવી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

જ્યારે અન્ય એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 શ્રમિકોને ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બોલેરોવાનમાં 9 શ્રમિકો મુસાફરી કર્યા હતા.

છ લોકો ઈજાગ્રસ્ત
મહત્ત્વનું છે કે, બોલેરોમાં સવાર કુલ 9 શ્રમિકમાંથી ત્રણ શ્રમિકના મોત નીપજ્યા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નીંદવાણ ગામના હોવાનું સામે આવ્યું છે. માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથધરી છે. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.