કચ્છમાં કેરા-મુન્દ્રા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લાશો રોડ પર વિખરાઈ, 9 ના મૃત્યુ

Kutch highway accident: કચ્છમાં હચમચાવી દેય તેવા અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને મૃત સંખ્યાનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા (Kutch highway accident) વ્યક્ત કરવામાં આવી રહી છે. પશ્ચિમ કચ્છમાં આ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં ખાનગી બસમાં 40 લોકો સવાર હતા.

અકસ્માતની ઘટનામાં 37થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. હાલ તો અકસ્માતની ઘટનાને પગલે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બસમાં 40 લોકો સવાર હતા
ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. આ ભયંકર અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 40 માંથી 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અને 38 જેટલા લોકો ઘાયલ થયા છે. મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તો બીજી તરફ આ ઘટના અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ થતા તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ આ અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા