Sakhi Sahas Yojana: ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બજેટ 2025-26માં મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે (Sakhi Sahas Yojana) નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નવી સખી સાહસ યોજના શરુ કરી છે. આ યોજના માટે રૂ. 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
“સખી સાહસ” યોજના માટે 100 કરોડનું ફંડ ફાળવ્યું
નાણાંમંત્રીએ જણાવ્યું કે, આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેના માટે નવી સખી સાહસ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે. જેના માટે રૂ. 100 કરોડનું ફંડ ફાળવ્યું છે.
“સખી સાહસ” યોજનાની જાહેરાત
નાણામંત્રી નવી યોજનાની જાહેરાત કરતા જણાવ્યુ છે કે, મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત કરું છું. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹100 કરોડની જોગવાઇ કરું છું. આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે.
‘નમો ડ્રોન દીદી યોજના’ મહિલાને પગભર કરવામાં મદદરૂપ
મહિલાઓને પગભર કરવા માટે ‘નમો ડ્રોન દીદી યોજના’ને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં “લખપતિ દીદી યોજના”ને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તથા સ્વ-રોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App