એક જ છોડ પર ઊગે છે ભાંગ અને ગાંજા, છતા પણ અંતર મોટો? જાણો ભાંગ વિશે રોચક તથ્યો

Bhang Benefits: શિવરાત્રીના તહેવાર દરમિયાન ભાંગનું વધુ પડતું સેવન નશો ચડાવે છે. પરંતુ તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ભાંગના છોડમાં (Bhang Benefits) સ્વાસ્થ્ય માટે લાભદાયી ઘણા પોષક તત્વો હોય છે. આ છોડ મુખ્યત્વે પડાહી વિસ્તારોમાં મળી આવે છે. તેથી આ વિસ્તારોમાં તેનો ઉપયોગ ચટણી, મીઠું, લીંબુનો રસ વગેરેમાં થાય છે.નવાઈની વાત તો એ છે કે ગાંજો અને અને ભાંગ એક જ છોડ પર ઉગે છે તેમ છતાં પણ તે બંને વચ્ચે ઘણો તફાવત છે.આવો જાણીએ…

સૌથી અગત્યની વાત તો એ છે કે, અમે નશાકારક વસ્તુઓ અથવા ભાંગના સેવનને થોડું પણ સમર્થન આપતા નથી.અમારો ઉદેશ્ય ખાલી ભાંગના ફાયદા વિષે પરિચિત કરવા માંગીએ છીએ.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ભાંગનો છોડ પેઈન કિલર તરીકે કામ કરે છે. સાથોસાથ તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તે પાચનક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે. તેમાં ગ્લોબ્યુલિન, ઓમેગા થ્રી અને અનેક પ્રકારના એન્ટી બોડી જોવા મળે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ ઘટાડવા, હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા, સંધિવા અને ત્વચા સંબંધિત રોગોની સારવારમાં પણ ભાંગ ખૂબ જ અસરકારક છે. ભાંગના બીજને શેકીને ખાવામાં આવે છે.

પાચનને સુધારે છે
પર્વતીય વિસ્તારોમાં ભાંગના બીજને શેકી તેને લીંબુ, આમલી વગેરે સાથે ખાંડણિયામાં પીસીને ચટણી બનાવવામાં આવે છે. જેને ખોરાક સાથે પીરસવામાં આવે છે. ખાટા-મીઠા સ્વાદવાળી આ ચટણીમાં પ્રોટીન, ચરબી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે, જે પાચનને સુધારે છે. આ સિવાય પર્વતીય વિસ્તારોમાં ભાંગમાંથી તેલ બનાવવામાં આવે છે, જેની માલીશ કરવાથી દુખાવો દૂર થાય છે.

ત્વચાને ઠંડક આપે
ઉનાળાના આકરા તડકાના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ ગરમીમાં તડકાના કારણે સનબર્ન અને ટેનિંગની સમસ્યા પણ થતી હોય છે. એવામાં ભાંગનો ઉપયોગ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભાંગના પાનને વાટીને સનબર્ન અને ટેનિંગ સ્કિન પર લગાવામાં આવે તો તે ત્વચાને ઠંડક મળે છે અને ડાઘા દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

નેચરલ પેઈન કિલર
ભાંગ કોઈ પણ પ્રકારના દર્દને દુર કરવા માટેની સૌધી સારી ઔષધી છે. રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે, કેનાબીસ જુના દર્દને મટાડી શકે છે. ફાઈબ્રોમાએલ્જિયા અને રૂમેટાઈડ ઓર્થરાઈટિસના કારણોને ઘટાડવા માટે કેનાબીનોઈડ્સ પ્રભાવી રહી શકે છે.

ઉબકા દૂર કરે
ભાંગ ઉલટી અને ઉબકા ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ખાસ કરીને કીમોથેરેપીની આડઅસરોને કારણે ઉબકા દૂર કરવામાં મદદગાર છે. જો કે, તેનો વધારે પડતો ઉપયોગ કેટલાક લોકોમાં ઉબકા અને ઉલ્ટી થવાની સમસ્યામાં પણ વધારો કરી શકે છે.

ભાંગ અને ગાંજો એક જ છોડ પર ઉગે છે. તેમ છતાં ગાંજો શરીરને ખુબ જ નુકશાન કરે છે. તેનું સેવન બિલકુલ હિતાવહ નથી. જો કે અમે ભાંગના સેવનના પણ સમર્થનમાં નથી પરંતુ તેને લગતા ફાયદામાં પરિચિત કરીએ છીએ.