Bank Holiday In March: માર્ચ મહિનામાં વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે. જેમાં 5 રવિવાર અને બીજા અને ચોથા શનિવાર સિવાય 7 દિવસ સુધી બેંકોનું (Bank Holiday In March) કામકાજ ઠપ રહેશે. તમને જણાવી દઈએ કે, માર્ચમાં 14 માર્ચના રોજ હોળી અને 31 માર્ચના રોજ ઈદ ઉલ ફિતર જેવા બે મોટા તહેવાર છે.
જો તમારે માર્ચમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો તમારે આ રજાઓ સિવાય બેંક પહોંચવું જોઈએ. માર્ચ મહિનામાં તમારા રાજ્ય અને શહેરમાં બેંકો ક્યારે બંધ રહેશે તેની સંપૂર્ણ સૂચિ જુઓ.
માર્ચમાં આ તારીખો પર બેંક રજાઓ
તારીખ કારણ સ્થળ (રાજ્ય)
2 માર્ચ રવિવાર દરેક જગ્યાએ
7 માર્ચ ચાપચૂર કુટ મિઝોરમ
8 માર્ચ બીજો શનિવાર દરેક જગ્યાએ
9 માર્ચ રવિવાર દરેક જગ્યાએ
13 માર્ચ હોલિકા દહન દહેરાદૂન, કાનપુર, લખનૌ, રાંચી અને તિરુવંતપુરમ
14 માર્ચ હોળી દરેક જગ્યાએ
15 માર્ચ યાઓસાંગનો બીજો દિવસ અગરતલા, ભુવનેશ્વર, ઈંફાલ અને પટના
16 માર્ચ રવિવાર દરેક જગ્યાએ
22 માર્ચ ચૌથો શનિવાર દરેક જગ્યાએ
23 માર્ચ રવિવાર દરેક જગ્યાએ
27 માર્ચ શબ-એ-કદ્ર દરેક જગ્યાએ
28 માર્ચ જમાત ઉલ વિદા જમ્મુ અને કાશ્મીર
30 માર્ચ રવિવાર દરેક જગ્યાએ
જો કે, બેંક બંધ થયા પછી પણ, તમે ઓનલાઈન બેંકિંગ દ્વારા મામલો પતાવી શકશો. આ સિવાય ઓનલાઈન બેંકિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અને અન્ય કામ કરી શકાય છે. રજાઓને કારણે આ બેંક સુવિધાઓને અસર થશે નહીં.
12 દિવસ સુધી શેરબજારમાં નહી થશે ટ્રેડીંગ
એટલું જ નહીં માર્ચ 2025માં 12 દિવસ સુધી શેરબજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. શનિવાર અને રવિવારે 10 દિવસ સુધી કોઈ વેપાર થશે નહીં. આ ઉપરાંત 14 માર્ચે હોળી અને 31 માર્ચે ઈદ-ઉલ-ફિત્રના દિવસે પણ શેરબજાર બંધ રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App