ગરીબ હોય તો કંઇપણ? દાહોદમાં શિક્ષકે વિદ્યાર્થિની પાસે પોતાના બૂટ અને શૌચાલય સાફ કરાવ્યા, જુઓ વિડીયો

Dahod School News: મધ્યમ વર્ગથી મંદીને તેનાથી નાના વર્ગના લોકો પોતાના બાળકો શિક્ષણથી વાંચિત ન રહી જાય તેના માટે સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે મોકલે (Dahod School News) છે.પરંતુ અમુક આવા નફ્ફટ શિક્ષકો હોય છે કે વિદ્યાર્થીઓની આવી મજબૂરીઓનો ફાયદો ઉઠાવે છે ત્યારે આવી જ એક ઘટના દાહોદથી સામે આવી છે.દાહોદ તાલુકાના રાણાપુર બુઝર્ગ ગામની મહેંદી ફળિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં શાળાની વિદ્યાર્થીની શિક્ષકોના બૂટ ધોતી અને વિદ્યાર્થી શૌચાલયની સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાએ શાળાના શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળામાં મોટાભાગે ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવવું એ ખૂબ જ ચિંતાજનક બાબત છે.

જુઓ તો ખરા નફ્ફટ શાળાના કારનામા!
સરકાર એક તરફ ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને કન્યા કેળવણીની વાતો થાય છે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં બાળકો પાસે શૌચાલય અને બૂટની સફાઈ કરાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાહોદ તાલુકાના રાણાપુર ખુર્દ ગામની પ્રાથમિક શાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ શૌચાલયની સફાઈ અને વિદ્યાર્થીનીઓ શિક્ષકોના બૂટ ધોવડાવવામાં આવ્યા હતાં.

સરકાર શાળા સફાઈની ગ્રાન્ટ આપે છે તેનું શાળા શું કરે છે…
આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળામાં મોટાભાગે ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવવું એ બાળ મજૂરી સમાન છે અને કાયદાનું ઉલ્લંઘન છે. જેના વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નાની બાળકી શિક્ષકોના બૂટ ધોઈ રહી છે અને નાનો બાળક શૌચાલયની સફાઈ કરી રહ્યા છે.

સી.આર.સી. અને તાલુકા શિક્ષણાધિકારીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, સરકારી શાળાની સફાઇ માટે સરકાર દ્વારા વર્ષો 18 હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ અહીં કોઇ સફાઇ કામદાર પણ રાખવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યુ છે.