રીલ બનવાની ઘેલછામાં 3 યુવકોને મળ્યું મોત: વિડીયો બનાવવાં સ્કોર્પિયો ભાડે લઈ આવ્યાં હતા

Ahemdabad Viral Video: અમદાવાદમાં સાબરમતી નદી કિનારે આવેલા વાસણા બેરેજ નજીક આવેલી કેનાલમાં ગઈકાલે રીલ્સ બનાવવાની ઘેલછામાં સ્કોર્પિયો કાર લઈને ગયેલા યુવકો (Ahemdabad Viral Video) પાણીમાં ડૂબી ગયા હતા. જે માંથી બેનાં મૃતદેહ આજે વહેલી સવારે પાણીમાં તરતા મળ્યા છે. મહત્વનું છે કે યુવકનો મૃતદેહ વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજ પાસેથી મળી આવ્યો છે અને બે યુવકની શોધખોળ હજુ ચાલી રહી છે.

રીલ્સ બનાવવા 3,500 રૂપિયામાં ચાર કલાક થાર ભાડે લીધી
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના બની જેનાથી બધાએ ચેતી જવાની જરૂર છે. અહીં રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા. જેમાં સૌથી પહેલા યક્ષ ભંકોડિયાનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. માહિતી અનુસાર યક્ષ જ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે તેણે આ કાર યશ સોલંકીને ચલાવવા આપી હતી.યક્ષનો મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો પછી યશ સોલંકીનો પણ મૃતદેહ મળી આવ્યો છે. જોકે હજુ સુધી અન્ય એક ક્રિશ દવેની અત્યાર સુધી કોઇ ભાળ મળી નથી.

છેલ્લા 13 કલાકથી શોધખોળ યથાવત્…
છેલ્લા 13 કલાકથી ફાયરબ્રિગેડની ટીમના સભ્યો હજુ સુધી એમને શોધી રહી છે. માહિતી અનુસાર યક્ષ અને નામનો યુવક આ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે યશ સોલંકીને કાર ચલાવવામાં આપી હતી. જેને કાર ચલાવતા આવડતી નહોતી અને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં કાર સીધી કેનાલમાં ખાબકી હતી.

આ કાર 3500 રૂપિયામાં ચાર કલાક ભાડેથી લાવવામાં આવી હતી જેથી તેઓ રીલ્સ બનાવીને પોતાનો વટ બતાવી શકે. આ સમગ્ર ઘટના અંગે એમ ડીવીઝન ટ્રાફિફ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજકાલના બાળકો અને યુવાનોમાં સોશિયલ મીડિયા પર છવાઈ જવાની અને પોતાનો વટ બતાવવાની ઘેલછા ભારે પડી રહી છે અને તેમના જીવને જોખમમાં મૂકી રહી છે જેને લઈને વાલીઓએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.

આ અંગે સ્થાનિક કોર્પોરેટર મેહુલ શાહે જણાવ્યું કે પાણીમાં કાર ખાબકવાની ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચીને પહેલા બેરેજથી પાણીનો પ્રવાહ બંધ કરાવીને ક્રેનની મદદથી કારને કાઢવામાં આવી હતી. ફાયરબ્રિગેડની સાથે કેનાલ વચ્ચે આવતા ગામોમાં પણ આ અંગે જાણ કરવામાં આવી છે. જેથી તમામની ભાળ મેળવી શકાય.