Ahemdabad Hit and Run: અમદાવાદમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના વિજય ચાર રસ્તા પાસે એક ટ્રાવેલ્સ બસ દ્વારા બાઇક ચાલકને (Ahemdabad Hit and Run) અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ, સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે ગુરૂવારે (6 માર્ચ) જય અંબે ટ્રાવેલ્સ બસે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ બસ ખાનગી કંપનીના સ્ટાફને લેવા-મૂકવા જતી હતી, તે દરમિયાન આ અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક ચાલક રામચંદ્ર રાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.આ ઘટના અમદાવાદ અનુપમ સિનેમા પાસે વહેલી સવારે બની હતી જ્યાં 70 વર્ષીય અમરચંદ રાજપૂત મોર્નિંગ વોક માટે ગયા હતા. ત્યારે એક કાર ચાલકે બેદરકારીથી વાહન ચલાવતા વૃદ્ધાને ટક્કર મારી હતી. હાલ અમરાઈવાડી પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.
પોલીસે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, બાઇક ચાલકે અકસ્માતનો બનાવ બન્યો ત્યારે હેલ્મેટ પહેરેલું હતું તેમ છતાં તેનું માથું કચડાયું અને ત્યાં જ મોત નિપજ્યું હતું. સમગ્ર મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App