અહીંયા આવેલાં શિવ મંદિરમાં શિવલિંગ પર દૂધ ચઢાવો તો બની જાય છે છાશ, જાણો બીજા અનેક ચમત્કારો…

Gangadhareshwara Temple: શિવલિંગ પર દૂધ, મધ અને દહીં અર્પણ કરવા વિશે અને તે જરૂરિયાતમંદોને દાન કરવું વધુ યોગ્ય છે કે કેમ તે અંગે ઘણીવાર (Gangadhareshwara Temple) ચર્ચા થાય છે. આ વિવાદને શાંત કરવા અને દૂધનો બગાડ રોકવા માટે, બેંગલુરુના ગંગાધરેશ્વર મંદિરે એક અનોખી પદ્ધતિ અપનાવી છે. અહીં પવિત્ર દૂધને ફેંકી દેવાને બદલે, તેને છાશમાં ફેરવવામાં આવે છે અને ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

છાશ કેવી રીતે બને છે?
ગંગાધરેશ્વર મંદિર, જે બેંગલુરુના ટી દસરાહલ્લી વિસ્તારમાં આવેલું છે, પવિત્ર દૂધને એક ખાસ પ્રક્રિયામાંથી પસાર કરીને તેને છાશમાં ફેરવે છે. મંદિરના વડા ઈશ્વરાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર, દૂધને શુદ્ધ રાખવા માટે, તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે તેમાં હળદર અથવા સિંદૂર ન મળે. પછી તેને છાશ બનાવવા માટે આથો આપવામાં આવે છે, જે ભક્તોને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. આ છાશ ખાસ કરીને મંગળવારે વહેંચવામાં આવે છે.

ગંગાધરેશ્વર મંદિર ઉદાહરણ પુરું પાડી રહ્યું છે
આ મંદિર ભક્તિ અને વ્યવહારિકતાનું અનોખું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે. દૂધનો બગાડ કરવાને બદલે ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચીને ધાર્મિક આસ્થા અને સંસાધન સંરક્ષણ વચ્ચે સંતુલન ઉભું કરવામાં આવ્યું છે. આ પહેલ અન્ય મંદિરો માટે પણ પ્રેરણા બની શકે છે, જે બગાડને અટકાવશે અને જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડશે.

અભિષેક અને પ્રસાદ વિતરણની રીત
સોમવારે જ્યારે ભગવાન શિવને હજારો લીટર દૂધ અર્પણ કરવામાં આવે છે ત્યારે આ દૂધ સુરક્ષિત રીતે રાખવામાં આવે છે અને દૂધમાં અન્ય કોઈપણ સામગ્રીની ભેળસેળ નથી, જેથી તેની શુદ્ધતા જળવાઈ રહે.ત્યારબાદ તે દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે અને તેની છાશ કરવામાં આવે છે, જે બાદ મંગળવારે આ છાશ ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.