સુહાગરાત બની મોતની રાત: લગ્નની પહેલી રાતે જ મોતને ભેટ્યાં દુલ્હા-દુલ્હન, બેડનો નજારો જોઈ પરિવાર કંપ્યો

Ayodhya Bride-Groom News: ઉત્તર પ્રદેશની રામનગરી તરીકે પ્રખ્યાત અયોધ્યામાંથી એક અરેરાટીજનક બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્ન પછીની સુહાગરાતે જ વર અને કન્યાના (Ayodhya Bride-Groom News) ભેદી સંજોગોમાં મોત નિપજ્યા હતા. રૂમની અંદર બેડ પર નવવિવાહિત કન્યાની લાશ પડી હતી, જ્યારે વરરાજાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. હાલ તો પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 7 માર્ચના રોજ મુરાવન ટોલામાં રહેતા પ્રદીપના લગ્ન ખંડાસાના ડીલી સરૈયામાં રહેતી શિવાની સાથે ધામધૂમથી થયા હતા. 8 માર્ચે જ વિદાય બાદ શિવાનીને સાસરે વળાવવામાં આવી હતી. જ્યારે 9 માર્ચના રોજ બન્નેના ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.જો કે આજે સવારના સમયે પરિવારજનો વર-કન્યાને ઉઠાડવા માટે ગયા હતા. જ્યાં જોરથી દરવાજો ખટખટાવવા છતાં કોઈએ ખોલ્યો નહતો. આખરે દરવાજો તોડીને અંદર જોતા શિવાનીની લાશ બેડ પર પડી હતી. જ્યારે પ્રદિપ ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો.

આ બાબતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરી બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા.પરિવારજનોની પૂછપરછમાં સામે આવ્યું કે, પ્રદીપના પિતાનું પહેલા જ અવસાન થઈ ચૂક્યું છે. મૃતક પ્રદિપ લગ્નથી ખૂબ જ ખુશ હતો. જ્યારે શિવાનીના પિતાનુમ કહેવું છે કે, મારી દીકરીના ગળા પર ઈજાના નિશાન હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક સાંસદ અવધેશ પ્રસાદ, SSP રાજકરણ નૈયર પણ ઘટના સ્થળે પહોંચ્યા અને મૃતકોના પરિવારજનો સાંત્વના આપી હતી. પોસ્ટમોર્ટમ બાદ બન્નેના મૃતદેહને એક જ ચિતા પર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે.

ત્યારે આ મોતની ઘટના બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી મૃતદેહને પોસમોટર્મ માટે મોકલ્યા હતા ત્યારે બંનેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે. રાત્રે 12 વાગ્યાની આસપાસ વરરાજાએ દુલ્હનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. દુલ્હનના મોતના અડધા કલાક બાદ વરરાજાએ પણ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મોતનું કારણ હજુ પણ રહસ્ય છે. મામલો પોલીસ સ્ટેશન કેન્ટના સહદતગંજ મુરાવાન ટોલાનો છે.