Surat Couple Viral Video: સુરતની અસ્મિતાને લાંછન લગાવતો એક વિડિયો વાયરલ થયો છે. જેમાં બાઈક પર કપલ અશ્લીલ હરકત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં (Surat Couple Viral Video) કપલ મોપેડ પર જઈ રહ્યા છે જેમાં યુવતી અચાનક જ ચાલુ મોપેડે યુવક સાથે અશ્લીલ હરકત કરી રહી છે.
બેડરૂમનું કામ રસ્તા પર જ કર્યું!!
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં એક નવો ટ્રેન્ડ શરુ થયો છે જાહેરમાં પ્રેમના દેખાડા કરવાનો. છેલ્લા ઘણા સમયથી આવા ઘણા વીડિયો તમે જોયા હશે તેમાં હવે વધુ એક ઉમેરો થયો છે. સુરતમાં એક કપલની અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.મોપેડ પર સવાર યુવક-યુવતીએ રસ્તા પર જ અશ્લીલ હરકતો કરી હતી.કોઈ નહીં જોવે માનીને કપલે ચાલુ ગાડીએ જ બેડરુમવાળું કામ કરી નાખ્યું હતું. જેનો વિડીયો પણ વાયરલ થયો છે.
લાજ શરમ નેવે મૂકી
યુવાનોને કાયદા સહિત કોઇ વસ્તુનો ડર જ રહ્યો નથી, તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એક વખત જાહેરમાં યુવક-યુવતીના ઇલુ-ઇલુનો વીડિયો વાયરલ થતાં ચર્ચા જાગી છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં તેમની હરકતો કેદ થઇ હતી.ત્યારે આ કપલનો અશ્લીલ હરકતોનો વીડિયો સામે આવ્યો છે.
જેમાં તેમને કોઈપણ પ્રકારની લાજ કે શરમ ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો માટે જાગૃત કરવામાં આવે છે. ત્યારે આવી ઘટના યુવા વર્ગ માટે શર્મસાર કરનારી છે તેમ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી.
Modiji visits Surat (Gujarat) & talks about #WomenEmpowerment on occasion of #WomensDay
Meanwhile #NariShakti… 🤧 pic.twitter.com/YJckoTsb00
— 𝕂𝕂 (@Try2StopME) March 8, 2025
લોકોએ આપી પ્રતિક્રિયા
આ વિડીયો હજુ 3 દિવસ અગાઉનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આ વિડીયો પર લોકોએ કમેન્ટ્સનો મારો વરસાવ્યો છે.એક યુઝરે લખ્યું કે મારા ભાઈ આ કામ તો બેડરૂમનું છે, તો અન્ય યુઝરે લખ્યું કે આ લોકોએ આસપાસની જગ્યાનું તો ધ્યાન રાખવું જોઈતું હતું તો ત્રીજા યુઝરે લખ્યું કે, પ્રિયજનો આપણા માટે જ ઓયો બન્યા છે ત્યાં જઈને મોઝ કરો પણ પ્લીઝ રસ્તા પર આ હરકત રહેવા દયો તમારા એકના બાપનો રસ્તો નથી તમારા સિવાય ઘણા અહિયાંથી પસાર થાય છે. તો અન્ય એકે લખ્યું કે આ લોકોનામાં સંસ્કાર જેવું ક્સુ જ નહિ હોય…
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App