Rajkumar Jat Missing Case: ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. રાજકુમાર જાટ ભરૂડી ટોલ નાકાથી નિકળ્યા (Rajkumar Jat Missing Case) બાદ યુવકે કપડા કાઢી નાખ્યાની વિગત સામે આવી છે તેમજ નગ્ન હાલતમાં રાજકોટ સુધી યુવક ચાલીને આવ્યો હતો અને ત્યાં કોઠારીયા સોલ્વન્ટ ચોકડી આજીડેમ પોલીસની PCR વાન યુવકને રોક્યો હતો.
ત્યારબાદ આસપાસની લોકોએ નિર્વસ્ત્ર હાલતમાં યુવકને જોઈ કપડાં પહેરાવ્યા હતા. સાથો સાથ ઘટના સમયે યુવક માનસિક રીતે સ્વસ્થ ન હોવાની પણ લોકોમાં ચર્ચા છે.ત્યારે આ વચ્ચે હવે આ કેસમાં મારુસેના પ્રમુખ એડવોકેટ જયંત મુંડ 6 વખત કોંગ્રેસના ધારાસભ્ય શ્રવણ ચૌધરીને મળ્યા હતા.
ત્યારે આ ઘટનામાં રાજસ્થાનના સૂરજગઢના ધારાસભ્ય શ્રવણ કુમારે રાજસ્થાનના CMને પત્ર લખી CBI તપાસની માગ કરી છે. આ પત્રમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેમણે રાજસ્થાન સરકાર ગુજરાત સરકારને CBI તપાસ કરવા ભલામણ કરે તેવી પણ માગ કરી છે.
તો બીજી તરફ આ ઘટનાના પડઘા સમગ્ર રાજસ્થાનમાં પડ્યા છે. ત્યારે આ અંગે રાજકુમારના વકીલે જણાવ્યું છે કે, આ ઘટનામાં ગોંડલના બી ડિવિઝનના પીઆઇ અને એસપી આખા પ્રકરણમાં એવી રીતે જજમેન્ટ આપી રહ્યા છે કે, જાણેકે તે બહુ મોટા જજ સાહેબ હોય. તેમજ જયરાજસિંહ સામે આ અગાઉ પણ અનેક આક્ષેપો થયા હતા. આ અગાઉ પણ ઘટના આવી સામે આવી હતી.તેમના છોકરાએ એક દલિત સમાજ સાથે મારપીટ કરી હતી.તેમજ તેના પર મર્ડર કેસ છે. તેમજ આ દીકરાના પિતા પણ કહી રહ્યા છે કે મારા દીકરાની હત્યા થઇ છે તો પણ પોલીસ દ્વારા તે વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો નથી.
રાજકુમારના વકીલે ગોંડલ એસપી સામે અનેક સવાલો કર્યા છે.આ સાથે જ વકીલનું કહેવું છે કે, શા માટે જયરાજ સિંહ જાડેજાના ઘરના સીસીટીવી ફૂટેજ પુરા નથી આપવામાં આવતા. અડધા જ ફૂટેજ કેમ આપવામાં આવી રહ્યા છે.એટલે કે જયરાજ જાડેજા ત્યાંના એસપી તથા પીઆઇએ મળીને સાબુડો સાથે છેડછાડ કરી હોવાનું વાત નકારી શકાય તેમ નથી. તેમજ આ યુવકને ન્યાય મળી રહે તે માટે રાજસ્થાનમાં આંદોલન પણ કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App