ચાર વખતના રાજ્યપાલે ગોંડલમાં જાટ યુવકના મોત મામલે CBI તપાસની ટ્વીટ કરતા મચી ગયો ખળભળાટ

Rajkumar Jaat Case: ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવક રાજકુમાર રતનલાલ જાટના લાપતા થયા બાદ લાશ મળ્યાના પ્રકરણમાં મૃતકના પરિવારજનો ગોંડલના (Rajkumar Jaat Case) પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવાર સામે હત્યાનો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે હવે ચાર વખતના રાજ્યપાલે ગોંડલમાં જાટ યુવકના મોત મામલે CBI તપાસની ટ્વીટ કરતા ખળભળાટ મચી ગયો છે.

સત્યપાલ માલિકે ટ્વીટ કરી સીબીઆઈ તપાસની માંગ કરી
આ મામલે રાજ્યપાલે ટ્વીટ કરીને કહ્યું છે કે, ગુજરાતના ગોંડલ વિધાનસભા (રાજકોટ)માં ભીલવાડા જિલ્લાના યુવાન રાજકુમાર જાટની હત્યાનો મામલો અત્યંત દુઃખદ અને સંવેદનશીલ છે.આ ઘટના ખૂબ જ ગંભીર છે અને જાણકારી અનુસાર આમાં કેટલાક પ્રભાવશાળી લોકોની ભૂમિકા સામે આવી રહી છે.જેમાં તેમને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પન ટ્વીટ કર્યા છે. સાથે જ આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની સાથે દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

રાજકુમાર જાટને ઢોર માર માર્યા હોવાનો આક્ષેપ
રાજકુમાર જાટનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલથી સંભાળ્યા બાદ રતનલાલ જાટ સહિતના પરિવારજનો તેના વતન રાજસ્થાનના ભીલવાડા જતા રહ્યા હતા, રાજકુમાર લાપતા થયો ત્યારથી તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ શરૂ કર્યા હતા અને રાજકુમારને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં ગણેશ જાડેજા સહિતનાઓએ ઢોરમાર માર્યાનો આક્ષેપ કર્યો હતો.

જો યોગ્ય તપાસ નહિ થશે તો આંદોલન….
રાજકુમારના મૃત્યુનો મામલો રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સોમવારે ભીલવાડામા અધિક કલેક્ટરને જાટ સહિતના સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી સીબીઆઇ તપાસની માગ કરી હતી, આવેદનપત્ર પાઠવ્યા બાદ કલેક્ટર કચેરી નજીક જ ઉપવાસ આંદોલન શરૂ થયું હતું અને ત્યાં અલગ-અલગ સમાજના આગેવાનોએ રાજકુમારને ન્યાય અપાવવાની માંગને તેજ બનાવી હતી.

ભીલવાડા જિલ્લાના સાતેય ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય દામોદર અગ્રવાલે પત્ર લખી સીબીઆઇ તપાસની માંગ કરી હતી. પાંચ દિવસમાં માંગ પૂરી નહી થાય તો આગામી દિવસોમાં રાજસ્થાનના તમામ જિલ્લામાં ઉગ્ર દેખાવ ઉપરાંત જરૂર પડ્યે રાજકોટ, ગોંડલ અને ગાંધીનગરમાં દેખાવની પણ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.