ગુજરાતીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો: 40 ડિગ્રી સુધી પહોંચશે ગરમીનો પારો

Gujarat Heatwave forecast: ગુજરાતમાં ઉનાળો શરૂ થઈ ગયો છે. માર્ચ મહિનો અડધા ઉપર નીકળી ગયો છે જોકે, મહિનાની શરૂઆતમાં ગરમી પડ્યા બાદ થોડા દિવસથી ગરમીએ (Gujarat Heatwave forecast) વિરામ લીધો હોય એમ ગરમી ઓછી થઈ ગઈ છે. આગામી ત્રણ દિવસ સુધી આ પ્રકારે જ ગરમી રહેશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

37.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું ગરમ શહેર રહ્યું
ગુજરાતમાં અત્યારે સામાન્ય ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 28.6 ડિગ્રીથી લઈને 37.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 37.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 28.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં સામાન્ય ગરમી વધી
અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે. ધીમે ધીમે ગરમી પડવાની શરૂ થઈ રહી છે. જોકે, હજી પણ ગરમી સામાન્ય છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતા ગરમી 37.5 ડિગ્રીએ પહોંચી હતી. જ્યારે ગાંધીનગરમાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ત્રણ દિવસ બાદ પડશે કાળઝાર ગરમી
માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે એમ હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, ત્રણ દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 માર્ચ સુધીમાં ક્યાંક વાદળો આવવાની સાથે વરસાદી છાંટા થઈ શકે છે. જેના કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે.