MP Smartphone Blast: મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મંગળવારે સારંગપુરમાં એક યુવકના પેન્ટમાં બોમ્બની જેમ મોબાઇલ ફૂટ્યો (MP Smartphone Blast) હતો. મોબાઈલમાં બ્લાસ્ટ થવાને કારણે યુવક ખરાબ રીતે દાઝી ગયો અને તેના પ્રાઈવેટ પાર્ટને પણ ગંભીર નુકસાન થયું. યુવાનને ગંભીર હાલતમાં શાજાપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
મોબાઇલમાં બ્લાસ્ટ કેવી રીતે થયો?
પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ યુવક 19 વર્ષનો છે અને તેઅહીં પાણીપુરીનો સ્ટોલ ચલાવતો હતો. પીડિત મંગળવારના રોજ બજારમાંથી શાકભાજી ખરીદીને પાછો ફરી રહ્યો હતો. તે દરમિયાન નૈનવાડા નજીક ટોલ ટેક્સ પાસે તેના પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટી ગયો હતો. વિસ્ફોટથી પીડિત ચાલતી બાઈક પરથી નીચે પડી ગયો હતો. જેના કારણે તેના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પેન્ટ ફાટી ગયું અને પ્રાઇવેટ પાર્ટને નુકસાન થયું
હકીકતમાં, આ વિસ્ફોટ મુખ્યત્વે મોબાઇલની બેટરીમાં થયો હતો, જેમાંથી નીકળેલી આગથી અરવિંદના પેન્ટના ચીથડા ઉડી ગયા હતા અને તેનું પ્રાઈવેટ પાર્ટ અને અંડકોષ ફાટી ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેને સારંગપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જે બાજ તેની ગંભીર હાલત જોઈને તેને શાજાપુર રિફર કરાયો હતો.
પીડિતે સેકન્ડ હેન્ડ મોબાઇલ ખરીદ્યો હતો
પીડિતના ભાઈએ જણાવ્યું કે, તેણે થોડા દિવસ પહેલા એક પ્રખ્યાત કંપનીનો સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન ખરીદ્યો હતો. સારંગપુરના ડૉ. નયન નાગરના જણાવ્યા અનુસાર, “મોબાઇલ બ્લાસ્ટ થવાને કારણે યુવકના અંડકોષ ફાટી ગયા છે.” જોકે તે ખતરામાંથી બહાર છે. પરંતુ તેની સારવાર ચાલુ છે. સારંગપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શકુંતલા બામણિયાએ જણાવ્યું હતું કે, તેમને હજુ સુધી આ ઘટના અંગે લેખિત ફરિયાદ મળી નથી અને તપાસ કરવામાં આવશે.
મોબાઈલ બ્લાસ્ટ કેમ થાય છે?
તમે મોબાઈલ બ્લાસ્ટના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, પણ શું તમે જાણો છો કે, મોબાઈલ બ્લાસ્ટ કેમ થાય છે? નિષ્ણાતોના મતે, મોબાઈલ બ્લાસ્ટ થવાના ઘણા કારણો હોઈ શકે છે. આનું મુખ્ય કારણ મોબાઇલનું વધુ પડતું ગરમ થવું છે, જેના કારણે બેટરી વધુ ગરમ થાય છે અને બ્લાસ્ટ થાય છે. તે જ સમયે, ખરાબ ચાર્જરનો ઉપયોગ, ઓવરચાર્જિંગ અને મેન્યુફેક્ચરિંગ ખામીઓ પણ આનું કારણ હોઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App