Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જ્યારે રાજ્યના 7 શહેરોમાં પારો 40 ડીગ્રીને પાર (Gujarat Weather Update) જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ફરી વધે તેવી આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે 24 માર્ચે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. જેની અસર 26 માર્ચથી રાજ્યમાં જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનને કારણે 1 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અડધા ઈંચથી ઓછા કમોસમી વરસાદની શક્યતાઓ છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં અમરેલી, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, ખેડા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, ડાંગ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
મંગળવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.5 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગર અને વડોદરા સહિત રાજ્યના આઠ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.
સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે મંગળવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડાનું અનુમાન છે. જોકે, ત્રણ દિવસ પછી ફરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ડિસકમ્ફર્ટની સ્થિતિ રહેશે. ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App