ઓપરેશન વગર તુટીને નીકળી જશે પથરી, ખાલી પેટે ખાઇ લો આ કઠોળ

Benefits of Kulthi: તમે સામાન્ય રીતે અડદની દાળ, ચણાની દાળ, મસુર દાળ અને તુવેર દાળનું સેવન કરતા હશો. પરંતુ શું તમે ક્યારેય કુલથી દાળ વિશે (Benefits of Kulthi) સાંભળ્યું છે. ઘણા લોકો તેના વિશે જાણતા નથી. આવો જાણીએ કળથીની દાળ સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે.

દાળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે ઘણા લોકો તુવેર દાળ અને મસૂર દાળ જેવા કઠોળનું સેવન કરે છે. આવી જ બીજી એક દાળ છે કળથી. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ તેના ફાયદા.

ઝડપથી વજન ઘટે છે
કળથીમાં પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તે ચયાપચયને ઝડપી બનાવવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે. આ રીતે તેનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે
આ દાળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જે પાચન તંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ દાળના સેવનથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

પ્રસૂતિ વખતે કે કસુવાવડમાં ખુબ જ આવશ્યક
સ્ત્રીઓના આવ દોષમાં, પ્રસૂતિ વખતે કે કસુવાવડમાં ગર્ભાશયની શુદ્ધિ માટે પાંચ-સાત દિવસ કળથીનો ઉકાળો આપવાથી ઘણો ફાયદો થાય છે. પ્રસૂતાને યોગ્ય પ્રમાણમાં રકતસ્રાવ ન થતો હોય તો કળથી આપવામાં આવે છે. ખાસ કરીને પ્રસૂતાને બે-ચાર અઠવાડિયા સુધી કળથીનો કવાથ આપવો સારું ગણાય છે. પથરી પર કળથી ખૂબ જ ઉપયોગી છે.

કિડની દૂર કરે છે
કિડની સ્ટોનથી પરેશાન લોકો માટે આ દાળ રામબાણ ઈલાજ છે. એક અભ્યાસ મુજબ કુલથી દાળનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી રાહત મળી શકે છે. જેના માટે કિડની સ્ટોનમાંથી રાહત મેળવવા માટે કુલથી દાળ સેવન પણ કરી શકો છો.