MP Accident News: રીવા જિલ્લાના ગોવિંદગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અમિલકીમાં મંગળવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. સ્પીડમાં આવતી કાર (MP Accident News) પુલ સાથે અથડાઈને નીચે પડી ગઈ હતી, જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.
આ અકસ્માતમાં અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
3 યુવકો બન્યા કાળનો કોળિયો
મૃતકોમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તત્પરતા દાખવતા ઘાયલોને કારમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં મોકલી આપ્યા અને કેસની તપાસ શરૂ કરી.
કેવી રીતે થયો અકસ્માત?
રીવા જિલ્લાના સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ચિકન ટોલાના રહેવાસી પાંચ મિત્રો મંગળવારે રાત્રે કારમાં ગોવિંદગઢ તરફ જઈ રહ્યા હતા. વધુ પડતી સ્પીડના કારણે તેમની કાર અમિલકી પાસે કાબૂ બહાર નીકળી ગઈ અને પુલ સાથે અથડાઈને નીચે પડી ગઈ. અકસ્માતની તીવ્રતા એટલી બધી હતી કે કારના ટુકડા થઈ ગયા હતા.
મૃતકો અને ઘાયલોની ઓળખ
આ અકસ્માતમાં ક્રિશ ખટીક, રાજ ખટીક અને રાજીવ ખટીકના મોત થયા છે, જ્યારે ઋષભ રજક અને ક્રિશ ખટીકની હાલત નાજુક છે. બંને ઇજાગ્રસ્તોની સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હાલ પોલીસ અકસ્માતના કારણની તપાસમાં વ્યસ્ત છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App