Ahemdabad ACB Trap: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગુનેગારોને સબખ શીખવાડવા માટે શહેર પોલીસ કમિશનર (Ahemdabad ACB Trap) દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
પરંતુ અમુક લાંચિયા લોકો તેના પર પાણી ફેરવી નાખે છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપ હાથ ધરવામાં આવ્યો છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના અનાર્મ કોન્સ્ટેબલ રજનીશ શ્રીમાળી અને પ્રજાજન મીતુલ ઉર્ફે મોન્ટુ ગોહીલ લાંચ લેતા ઝડપાયા છે.
લ્યો રક્ષક જ બન્યા ભક્ષક!
દારૂના કેસમાં એક વ્યક્તિને હાજર થવા અને પાસા નહીં કરવા માટે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રજનીશ હીરાભાઈ શ્રીમાળીએ 5.30 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
જેમાં બે લાખ રૂપિયા આપવાનું નક્કી થયું, ત્યારે પોલીસ કર્મચારીએ ખાનગી માણસને આ રૂપિયા લેવા મોકલ્યો હતો અને તે સમયે જ ACBની ટીમ ત્રાટકી હતી. હાલ એન્ટી કરપ્શન બ્યુરોએ પોલીસકર્મી અને ખાનગી માણસ સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
લાંચીયો લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
લાંચની રકમ ન આપવા માટે તે વ્યક્તિએ એન્ટીકરપ્શન બ્યુરોને જાણ કરી દીધી હતી, જેથી એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં ACBએ પોલીસકર્મી વતી પૈસા લેવા આવેલા ખાનગી માણસની ધરપકડ કરી લીધી હતી. હાલ આ સમગ્ર મામલે એન્ડીકરપ્શન બ્યુરો દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App