Banaskantha Accident News: ડીસા-પાલનપુર હાઇવે પર નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક્ટિવા અને બાઇક વચ્ચે સામસામે (Banaskantha Accident News) થયેલી ટક્કરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તો બીજી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયોછે.ત્યારે આ અકસ્માતના પગલે થોડીવાર તો અફરાતફરી મચી ગઈ હતી અને લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.
એક વ્યક્તિનું થયું મોત
અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બંને વાહનો સામસામે ધડાકાભેર અથડાયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
દ્વારકામાં અકસ્માતમાં 1નું મોત
દેવભૂમિ દ્વારકામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. દ્વારકા વરવાડા હાઈવે પર આર્ટિગા કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી આર્ટિગા કારે બાઈક ચાલકને અટફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. હાઈવે રોડની કામગીરીમાં વચ્ચે ડિવાઈડર દીવાલ હોવાથી અનેકવાર અહીં અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.
પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ત્યારે વરવાળા દ્વારકા હાઈવે પર થયેલા આ ગોઝારા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અર્ટિગા કાર પુરપાટ ઝડપે આવી રહી છે અને બાઈક ચાલકને અટફેટે લીધો છે. જો કે ઘટનાની જાણ થતાં જ દ્વારકા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ ચલાવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App