આ બીમારીના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવા જોઈએ સાબુદાણા! વધી શકે છે સમસ્યા

Sabudana Side Effect: સાબુદાણા દરેક રસોડામાં ઉપવાસ દરમિયાન સૌથી વધુ વપરાતા હોય છે, કારણ કે મોટા ભાગના લોકો ઉપવાસમાં સાબુદાણાનો (Sabudana Side Effect) ઉપયોગ કરે છે, જોકે તમે સાબુદાણાની ખીચડી, ખીર, પકોડા, સાબુદાણા વડાં વગેરે જેવી ઘણી તંદુરસ્ત વાનગીઓ બનાવીને તેનું નિયમિત સેવન કરી શકો છો. પરંતુ તેના વધુ પડતા સેવનથી નુકસાન પણ થઇ શકે છે. તેથી વ્રત અથવા રોજિંદા જીવનમાં તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું. આ રોગોની સમસ્યાથી પીડાતા લોકોએ સાબુદાણાનું અધિક સેવન કરવાનું ટાળવું જોઇએ.

વજન ઘટાડવું
એવું કહેવાય છે કે જે લોકોએ વજન ઓછું કરવું હોય તેઓએ સાબુદાણા ન ખાવા જોઈએ. તેમાં ઘણી બધી ચરબી અને પ્રોટીન હોય છે. તમને જણાવી દઈએ કે સાબુદાણા ખાવાથી શરીરમાં કેલરી સ્ટાર્ચના રૂપમાં વધે છે.

ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા
જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય અને શુગર લેવલ વધારે રહેતું હોય તો સાબુદાણા ન ખાશો, તેનાથી શુગર લેવલ વધશે, કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. તે સ્ટાર્ચથી ભરપૂર ખોરાક છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફેદ ચોખા, બટાકા, સાબુદાણા જેવા સ્ટાર્ચયુક્ત ખોરાક ન ખાવા જોઈએ, તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્ટ પણ વધારે હોય છે, જે શુગર લેવલ વધારી શકે છે.

પ્રોટીનની ઊણપ
જો તમારા શરીરમાં પ્રોટીનની કમી છે તો સાબુદાણા ખાવાનું ટાળવું જોઇએ. સાબુદાણામાં પ્રોટીનની માત્રા વધુ હોતી નથી. તેથી તેને ખાવાથી પ્રોટીનની કમી પૂર્ણ થતી નથી. વધારે પ્રમાણમાં સાબુદાણા ખાવાથી તમારા શરીરને નુકસાન થઇ શકે છે.

કિડની ડિસીઝ
જે લોકોને કિડનીમાં કોઇ સમસ્યા છે, જેમ કે પથરી તો સાબુદાણાનું સેવન કરવું જોઇએ નહીં. સાબુદાણામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, જે કિડનીમાં પથરી સહિત અનેક સમસ્યાઓને વધારી શકે છે.

પાચન સંબંધિત સમસ્યા
જો તમે દરરોજ સાબુદાણાનું સેવન કરો છો તો તમને બ્લોટિંગ, કબજિયાત જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.