DC કેપ્ટન અક્ષર પટેલને લાગ્યો મોટો ઝટકો, મેચ હાર્યા બાદ BCCIએ ફટકાર્યો દંડ

Captain Axar Patel: 14 એપ્રિલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં 12 રને દિલ્હી કેપિટલ્સને (Captain Axar Patel) હાર મળી હતી. આ સિઝનમાં દિલ્હીની આ પહેલી હાર હતી. જો કે મેચ હાર્યા બાદ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને વધુ એક ઝટકો લાગ્યો હતો.

અક્ષર પટેલને 12 લાખનો દંડ
બીસીસીઆઈએ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને 12 લાખનો દંડ ફટકાર્યો છે. દિલ્હી કેપિટલ્સે 20 ઓવર પૂરી કરવામાં મર્યાદા કરતાં વધારે સમય લીધો, જેના કારણે સ્લો ઓવર રેટ સંબંધિત ગુનામાં કેપ્ટન પર 12 લાખનો દંડ લગાવવામાં આવ્યો.

સ્લો ઓવર રેટ સંબંધિત ગુનામાં દંડ
બીસીસીઆઈએ જણાવ્યું કે દિલ્હી કેપિટલ્સે કલમ 2.2 હેઠળ આઈપીએલના નિયમોનો ભંગ કર્યો છે. તેમનો આ સિઝનમાં પહેલો ગુનો છે, જેથી સ્લો ઓવર રેટ સંબંધિત ગુનામાં અક્ષર પટેલ પર 12 લાખનો દંડ કરવામાં આવ્યો છે.મુંબઈની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા જ્યારે દિલ્હી 19 ઓવરમાં 193 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

અક્ષર પટેલ આ મેચમાં બોલિંગ કે બેટિંગ એકેમાં સારું પ્રદર્શન કરી શક્યો નહતો અક્ષરે મેચમાં 2 ઓવર નાખીને 9.50ની એવરેજ સાથે 19 રન આપ્યા હતા જેની સામે તેને એકપણ વિકેટ મળી નહોતી. જ્યારે બોલિંગ ટીમને જરુર હતી ત્યારે તે ટકી શક્યો નહોતો અને માત્ર 6 બોલનો સામનો કીને 9 રન પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.