કોડીનાર-સુત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે ઉડાડ્યા; બેનાં મોત, સાત ઘાયલ

Kodinar-Sutrapada Highway Accident: કોડીનાર-સુત્રાપાડા રોડ પર રાખેજ ગામ પાસે એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને (Kodinar-Sutrapada Highway Accident) જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક ટ્રક અચાનક પલટી જતાં ટોળા પર ફરી વળ્યો હતો. આ દુર્ઘટનામાં સાત જેતલલોકો ઘાયલ થયા હતા જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ટ્રક ચાલકને પણ ઈજાઓ પહોંચી છે. ત્યારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ડમ્પર ચાલની બેદરકારીએ સર્જયો વધુ એક અકસ્માત
ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર સુત્રાપાડા હાઈવેના જ્યાં રાખેજ ગામના પાટિયા પાસે ડમ્પર પલટી જતા બે લોકો દબાયા હતા અને ઘટના સ્થળે જ મોત નીપજ્યા રાખેજ ગામના ફાટક પાસે રાત્રે 8:30 કલાક આસપાસ બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ત્યાં 108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સ્થળે લોકો ભેગા થયા હતા આ સમયે સુત્રાપાડા તરફ થી પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર પલટી મારી હતી.

આ ઘટનામાં ત્યાં ઉભેલા બે લોકો ડમ્પર નીચે દબાયા હતા. જેસીબીની મદદથી ડમ્પરને ઉંચકીને મૃતદેહો ને બહાર કાઢ્યા હતા અને કોડીનાર ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ ખોફનાક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ફાટક નજીક લોકો ઊભા છે. ટ્રેકટર સુત્રાપાડા તરફ થી કોડીનાર તરફ આવી રહ્યું છે અને કોડિનાર તરફ થી એક કાર સુત્રાપાડા જઈ રહી છે.ટ્રેકટર અને કાર એક બીજા ને સામ સામે ક્રોસ કરી રહ્યા હતા એવા સમયે પૂરપાટ ઝડપે ટ્રેકટર પાછળ આવી રહેલો ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યું અને ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ નીચે રોડ સાઇડમાં નીચે ઉભેલા લોકો પર પલટી મારી હતી.

અકસ્માતને પગલે લોકોમાં રોષ
અકસ્માતની ભયાનક ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા હતા. બીજી તરફ પોલીસનો મોટો કાફલો અહીં પહોંચ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકો અને ડમ્પરોને રોકાવી દીધા છે. ડમ્પર ચાલક ઇજાગ્રસ્ત થયો છે જેને કોડીનારની હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનામાં રાખેજ ગામના બે લોકો સુભાષભાઈ બચુભાઈ પરમાર રે.રાખેજ ઉ. વ 37 અને બાલુભાઈ ખીમાભાઇ કરોતરા રબારી રે.રાખેજ ઉ. વ 55 ના મૃત્યુ થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ. આ સમગ્ર ઘટના 9 થી 9:30 આસપાસ બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જો કે તે પહેલા 8:30 કલાકે ઇકો કાર અને બાઇક વચે અકસ્માત સર્જાયો હતો જેમાં પણ બાઈક ચાલક ની હાલત ગંભીર છે જેને જૂનાગઢ રિફ્રર કરાયો છે. ત્યારે આ રોડ પરથી પૂરપાટ ઝડપે દોડતા કંપનીના ડમ્પરો ઉપર નિયંત્રણ લાવવા રોડ ઉપરના રાખેજ અને કણજોતર ગામના ગામ લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે.