Mount Abu uncle viral video: મંદિરની બહાર બેસેલા એક આધેડ કાકા નો વિડીયો ઈન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકોને ખૂબ ગુસ્સો આવી રહ્યો છે. હકીકતમાં આ આધેડ વ્યક્તિ એ મંદિરની બહાર કોઈની રાહ જોઈ રહેલી એક છોકરી ના પગ ને ચૂપચાપ પોતાના (Mount Abu uncle viral video) ફોનમાં કેદ કરી લીધા. તસવીરમાં છોકરીનો ચહેરો તો નથી દેખાયો પરંતુ તે એક શોર્ટ ડ્રેસમાં સામે બેઠેલી હતી અને તેના પગ ખુલ્લા હતા.
વાયરસ થઈ રહેલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે છોકરીને લાગે છે કે કંઈક ગડબડ છે તો તે આદર પાસે તેનો ફોન ખોલાવે છે. પછી ગેલેરી જોઈ તો તેના હું જ ઉડી જાય છે કારણ કે આ કાકાએ ચૂપચાપ તેના ખુલ્લા પગની તસવીરો ખેંચી લીધી હતી. આ જોઈને છોકરી ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ભડકતા કહે છે કે આ શું છે કાકા શું કરી રહ્યા છો મારા પગની તસવીરો કેમ લીધી.
શરમ નથી આવતી મંદિરમાં બેઠો છો ને..
વીડિયોમાં તમે જોશો કે પકડાઈ ગયા બાદ તસવીરોને આ કાકો ડીલીટ કરવાની શરાફત ઝાડવા લાગે છે અને છોકરીને કહે છે કે તેણે કોઈ તસ્વીર લીધી નથી. પરંતુ ત્યાં સુધીમાં હતો આ છોકરીએ આ આધેડની બધી જ કરતુ જ પોતાના ફોનના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. ત્યારબાદ તે કાકાને કહે છે કે તને શરમ નથી આવતી મંદિરની પાસે બેઠેલો છો અને પૂછ્યા વગર મારી તસ્વીરો ખેંચી રહ્યો છે એક લગાવવું?
રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત દેલવાડા જૈન મંદિરમાં ધોળા દિવસે થઈ હતી. તેનાથી વધારે ચિંતા નો વિષય એ છે કે ત્યાં હાજર રહેલા કોઈપણ વ્યક્તિએ છોકરીનો સાથ આપ્યો ન હતો. તમામ લોકો કાન બંધ કરી એવી રીતે બેસી ગયા હતા જાણે કે ત્યાં કશું બન્યું જ ન હોય.
View this post on Instagram
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર એક વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ લોકો આ કાકા પર કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે. ઘણા લોકો તો રાજસ્થાન પોલીસ અને પર્યટન અધિકારીઓને ટેગ કરી આ ઘટના અંગે તપાસ કરી અને વ્યક્તિને સજા કરવાની માંગણી કરી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App