ખેડૂતો માટે અંબાલાલ પટેલની ગંભીર ચેતવણી, રાજ્યમાં પડશે માવઠું; જાણો તમારા શહેરનું તાપમાન

Ambalal Patel Prediction: રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગરમીએ પોતાનો રંગ બતાવી દીધો છે. છેલ્લા થોડા દિવસ કાળઝાળ ગરમીમાંથી (Ambalal Patel Prediction) થોડી રાહત હતી ત્યારે ફરીથી ગરમીએ જોર પકડ્યું છે. ગુજરાતમાં આજથી ત્રણ દિવસ હીટવેવની આગાહી છે. જે બાદ તાપમાન ફરીથી ઓછું થવાની શક્યતા છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, થોડા દિવસ બાદ ગુજરાતમાં ફરીથી હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેના કારણે તાપમાનમાં ફરીથી વધારાની અને હીટવેવની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે.આ સાથે તેમણે જણાવ્યું કે, 16 અને 17મી એપ્રિલ, ત્રણ દિવસ હીટવેવની શક્યતા છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. એટલે આ વિસ્તારોમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધશે. તા. 15મીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા, સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

અંબાલાલ પટેલની આગાહી
તો બીજી બાજુ ગુજરાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 18 એપ્રિલ બાદ ફરી હવામાનમાં પલટો આવશે અને ગરમીનું પ્રમાણ ઘટશે. 18થી 24 એપ્રિલના હવામાનમાં પલટો આવશે અને 22થી 24 એપ્રિલના ફરી વાદળો આવશે. અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે અને 18 એપ્રિલ બાદ ફરી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ગરમીમાંથી આંશિક રાહત મળશે. એપ્રિલ મહિનામાં પવનની તેજ ગતિ રહેશે. આંધી, વંટોળના કારણે બાગાયતી પાકને પણ નુકસાન થવાની શક્યતા રહેશે.

ગુજરાતના દરિયાકિનારે પવનની ગતિ 40થી 50 કેએમપીએચની રહેશે. આ સાથે ગતિ 55 સુધી પણ પહોંચી શકે છે. અમદાવાદ શહેરમાં યલો એલર્ટની ચેતવણી સાથે 43 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. વિવિધ શહેરના તાપમાન અંગેની વાત કરતા તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં 42.9, ગાંધીનગરમાં 42.5, રાજકોટમાં 42.2, ભાવનગરમાં 42.2, વડોદરા અને ભુજમાં 40.8, સુરતમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.