ગુજરાતના અનોખા રામચરિત માનસ મંદિરમાં છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરે છે 11 કિલોનો પથ્થર

Ram Charitmanas Mandir: આગામી 22મી જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. સૌ કોઈ (Ram Charitmanas Mandir) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રામભક્તિથી પરિચિત છે, ત્યારે આજે અમે આપને એક એવા મંદિરે લઈ જવાના છીએ કે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આરતી કરી ચૂક્યા છે. તેમજ મંદિરમાં કંડારવામાં આવેલી રામચરિત માનસની ચોપાઈથી અભિભૂત પણ થઈ ચૂક્યા છે. આ સાથે જ આ મંદિરની વિશેષતા એ પણ છે કે અહીં કળિયુગમાં પણ પથ્થર પાણીમાં તરે છે.

છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી રહ્યો છે…
રાજકોટ શહેરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલું છે રતનપર ગામ. રતનપર ગામ ખાતે આવેલું છે, શ્રી રામચરિત માનસ મંદિર. આજે કોઈ તમને એમ કહે કે પાણીમાં પથ્થર કરે છે? તો આ વાત કદાચ વૈજ્ઞાનિક યુગમાં હાસ્યાસ્પદ લાગશે. જો કે ન માત્ર ત્રેતાયુગમા રામના નામે પથ્થર તર્યા હતા. જે આજે પણ રામસેતુના સ્વરૂપમાં તરી રહ્યા છે, પરંતુ કળિયુગમાં પણ રાજકોટના રતનપર ખાતે આવેલા શ્રી રામચરિત માનસ મંદિર ખાતે 11 કિલો નો પથ્થર આજે પણ છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી રહ્યો છે.

મંદિરના સંચાલકે આપી આ માહિતી
આ બાબતે મંદિરના સંચાલકે જણાવ્યું કે, 40 વર્ષ પૂર્વે રામેશ્વરમથી એક સંત મહાત્મા આવ્યા હતા અને તેઓ અહીં આ પથ્થરને પાણીમાં રાખવાનું કહી ગયા હતા. સંતે જ્યારે પથ્થર આપ્યો, ત્યારે અહીંના લોકોને પણ વિશ્વાસ નહોતો આવ્યો કે ખરા અર્થમાં પાણીમાં ક્યારેય પથ્થર તરે ખરા! જો કે જ્યારે અહીંના લોકોએ મોટા વાસણમાં પાણી ભરીને પથ્થરને જ્યારે તેમાં મૂક્યો તો પથ્થર તરતો નજરે પડ્યો.

શ્રી રામચરિત માનસ મંદિરમાં રામ દરબારની સુંદર ઝાંખી થઈ શકે છે. આ સાથે જ અહીં દ્વારિકાધીશ તેમજ રામેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. આમ એક જ જગ્યાએ ભગવાન વિષ્ણુના બે અવતાર તેમજ ભગવાન સદાશિવ ભોળાનાથ બિરાજમાન હોય કેવું અલૌકિક અને ભવ્ય મંદિર રાજકોટના રતનપર ખાતે આવેલું છે.

ઉલ્લેખનીય છે કે, હિન્દુ સનાતન ધર્મમાં નવને પૂર્ણ આંક ગણવામાં આવે છે. એટલા માટે જ તો આપણે ત્યાં દુર્ગાના નવ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. તો સાથે જ નવરાત્રીનું પણ આપણે ત્યાં એટલું જ મહત્વ છે. મંદિરની દરેક દીવાલો તેમજ બિંબ ઉપર શ્રી રામચરિત માનસના તમામ ચોપાઈ પણ અહીં લખવામાં આવી છે.