બારામૂલામાં 2 આતંકીઓ ઠાર, પહેલગામ બાદ વધુ એક હુમલાની તૈયારીમાં હતા આતંકી, જાણો સમગ્ર ઘટના

Pahalgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર આતંકી હુમલા થયો હતો. ત્યારબાદ આજે બુધવારે ઉત્તરી કાશ્મીરના ઊરીમાં (Pahalgam Terrorist Attack) આતંકીઓની ઘુસણખોરીને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવી દીધી હતી. અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે. હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઊરીમાં આતંકી ઘુસણખોરીનો પ્રયાસ
મંગળવારે પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા હતા. ઉત્તરી કાશ્મીરના ઊરીમાં આતંકી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે સેનાના જવાનોએ આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા. જો કે હજુ આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે.

ભારતીય સેનાએ માહિતી આપતાં જણાવ્યું કે બુધવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. ચિનાર કોર્પ્સે એક્સ પર જણાવ્યું હતું કે 23 એપ્રિલ 2025 ના રોજ લગભગ 2-3 UAH આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરમાં ઊરી નાલા, બારામુલામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

બે આતંકીઓ માર્યા ગયા
સેનાએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર સેનાના જવાનોએ પડકાર ફેંક્યો અને તેમને અટકાવ્યા, જેના પરિણામે ગોળીબાર થયો. હાલમાં ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેઅથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ઉરીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને અન્ય યુદ્ધ જેવી વસ્તુઓ મળી આવી છે.