IPL 2025માં અનિલ કુંબલેની મોટી ભવિષ્યવાણી: પલટાઇ જશે આખી ગેમ, જાણો વિગતવાર

Anil Kumble IPL 2025 Prediction: IPL 2025 માં મોટાભાગની ટીમોએ 9 મેચ રમી છે. હવે દરેક ટીમ પાસે લગભગ પાંચથી છ મેચ રમવાની બાકી છે. IPLની આ સિઝન (Anil Kumble IPL 2025 Prediction) પ્લેઓફ તરફ આગળ વધી રહી છે અને ધીમે ધીમે પ્લેઓફમાં પહોંચતી ટીમો પણ દેખાઈ રહી છે. આ પ્લેઓફ ટીમોના નામ ફાઇનલ થાય તે પહેલાં જ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ એક આગાહી કરી છે. આ આગાહીમાં અનિલ કુંબલેએ પ્લેઓફમાં પહોંચી શકે તેવી ચાર ટીમોના નામ આપ્યા છે.

કઈ ટીમો પ્લેઓફ માટે ક્વૉલિફાય થશે?
અનિલ કુંબલેના મતે, પ્લેઓફ માટે ક્વૉલિફાય થઈ શકે તેવી પહેલી ટીમ ગુજરાત ટાઇટન્સ છે. જીટી હાલમાં પૉઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાતની ટીમે 8 માંથી 6 મેચ જીતી છે, આ ટીમને ફક્ત બે મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. પ્લેઓફમાં બીજી ટીમ દિલ્હી કેપિટલ્સ છે, આ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ડીસીએ પણ 8 માંથી 6 મેચ જીતી છે અને માત્ર બે મેચ હારી છે.

શું મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે?
અનિલ કુંબલેના મતે, આ IPL સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા ક્રમે રહેશે, જ્યારે હાલમાં મુંબઈ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. આ IPL સિઝનમાં MI ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, પરંતુ સતત ચાર જીત સાથે મુંબઈની ટીમ પ્લેઓફ તરફ આગળ વધી રહી છે. MI એ અત્યાર સુધીમાં 9 મેચ રમી છે, જેમાં હાર્દિક પંડ્યાની ટીમે 5 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

પ્લેઓફમાં જનારી ચોથી ટીમ કઈ છે?
અનિલ કુંબલેના મતે, પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ પંજાબ કિંગ્સ અથવા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હોઈ શકે છે. RCB હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બેંગલુરુએ હાલમાં 9 માંથી 6 મેચ જીતી છે અને 3 હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પંજાબે 9 માંથી 5 મેચ જીતી છે અને 3 હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે.