IPL 2025 Virat Kohli: રવિવારે RCB અને દિલ્હી વચ્ચે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચમાં એક મોટો વિવાદ સામે આવ્યો. ભારતીય ક્રિકેટ ટીમના (IPL 2025 Virat Kohli) બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ વચ્ચે મેદાન પર ઉગ્ર દલીલ જોવા મળી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મામલો શું હતો?
બંને ખેલાડીઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા કારણ કે બંને ઘણીવાર ભારતીય ટીમ અને IPLમાં એકબીજા પ્રત્યે આદર દર્શાવતા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિરાટ કોહલીના રન લેવાની રીત પર રાહુલે નારાજગી વ્યક્ત કરી. ત્યારપછી, કોહલી વિકેટ પાછળ ગયો અને કે.એલ. રાહુલ સાથે દલીલ કરતો જોવા મળ્યો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ તેના પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, મેચ પહેલા બંને ખેલાડીઓ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. પરંતુ સારી વાત એ હતી કે મેચ પછી બંને ખેલાડીઓ હસતા અને વાતો કરતા જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે આ મેચમાં RCB એ 6 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં, RCB ના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
Things are heating up in Delhi! 🔥#ViratKohli and #KLRahul exchange a few words in this nail-biting match between #DC and #RCB. 💪
Watch the LIVE action ➡ https://t.co/2H6bmSltQD#IPLonJioStar 👉 #DCvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star… pic.twitter.com/Oy2SPOjApz
— Star Sports (@StarSportsIndia) April 27, 2025
અગાઉ પણ બંને વચ્ચે થઇ હતી રકજક
અગાઉ પણ એક ઘટનામાં રાહુલ અને કોહલી વચ્ચે જાણે કંઇક માથાકૂટ ચાલતી હોવાના સંકેત મળ્યા હતા. જ્યારે આરસીબી અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ હતી અને એક વિકેટ પડતાં કોહલી રાહુલની બાજુમાંથી પસાર થયો હતો અને તેણે જાણે રાહુલને છંછેડવાનો પ્રયાસ કર્યો હતો.
જેના બાદ રાહુલે દમદાર ઈનિંગ રમી ધીસ ઈઝ માય ટેરેટરી સ્ટાઈલમાં સેલિબ્રેશન કરીને કોહલીને જવાબ આપ્યો હતો. ત્યારે રાહુલે શાનદાર ઈનિંગ રમીને સૌને ચોંકાવી દીધા હતા અને દિલ્હીને એકલા હાથે જીત અપાવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App