પાકિસ્તાનમાં બોમ્બ હુમલામાં સાત પાકિસ્તાનીઓના ચીથરા ઉડી ગયા

Blast in Pakistan: પાકિસ્તાનના અશાંત ઉત્તરપશ્ચિમમાં પાકિસ્તાની તાલિબાનના ભૂતપૂર્વ ગઢમાં સરકાર તરફી શાંતિ સમિતિના કાર્યાલયની બહાર સોમવારે એક જોરદાર બ્લાસ્ટ (Blast in Pakistan) થયો હતો અને આ બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 7 લોકોન મોત થયા અને નવથી વધુ ઘાયલ થયા હોવાની ત્યાંની પોલીસે માહિતી આપી છે.

બ્લાસ્ટમાં 7ના મોત થયા
સ્થાનિક પોલીસ વડા ઉસ્માન વઝીરે જણાવ્યું હતું કે, આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના મુખ્ય શહેર વાનામાં થયો હતો. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ 16 ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી સાતના સારવાર દરમિયાન મોત થયા હતા. અત્યાર સુધી કોઈ પણ જૂથે વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.

તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ શાંતિ સમિતિના કાર્યાલયને નિશાન બનાવ્યો હતો, જે જાહેરમાં પાકિસ્તાન તાલિબાનનો વિરોધ કરે છે. આ સમિતિ સ્થાનિક લોકો વચ્ચેના વિવાદોના ઉકેલમાં પણ મદદ કરે છે.

આ બોમ્બ વિસ્ફોટ એક દિવસ બાદ થયો છે જ્યારે સેનાએ તાજેતરમાં કહ્યું હતું કે એક મોટા ઓપરેશનમાં સૈનિકોએ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં અફઘાનિસ્તાનથી દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 54 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે શાંતિ સમિતિની ઓફિસની ઇમારત નાશ પામી હતી અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હતા.