મે મહિનો મનોરંજનથી ભરપૂર: થ્રિલર-સસ્પેન્સ અને ડ્રામાની આ 8 ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર થશે રિલીઝ

Movie Release in May: દર મહિને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર નવા શો અને ફિલ્મો રિલીઝ થાય છે. આમાંની કેટલીક ફિલ્મો અને શો નવા છે અને કેટલીક એવી ફિલ્મો (Movie Release in May) પણ છે જે તમે થિયેટરોમાં જોવાનું ચૂકી ગયા છો. OTT in May મે 2025માં પણ નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો, જિયો હોટસ્ટાર સહિત ઘણા પ્લેટફોર્મ પર સસ્પેન્સ, થ્રિલર, કોમેડી અને એક્શનથી ભરેલી ઘણી ફિલ્મો અને સીરીઝ તમારું મનોરંજન કરવા આવી રહી છે. જાણો આખુ લિસ્ટ.

આ ફિલ્મો અને વેબ-સીરીઝ મે મહિનામાં OTT પર રિલીઝ થશે
આખા મે મહિનામાં 13 ફિલ્મો અને સીરીઝ રિલીઝ થવા જઈ રહી છે, જે તમને ઘરે બેઠા મનોરંજનનો સંપૂર્ણ ડોઝ આપશે. આમાં સલમાન ખાનની સિકંદર અને જોન અબ્રાહમની ધ ડિપ્લોમેટનો પણ સમાવેશ થાય છે. જે લોકો આ ફિલ્મો થિયેટરોમાં જોઈ શક્યા નથી, તેઓ મે મહિનામાં OTT પર તેનો આનંદ માણી શકે છે. આ ઉપરાંત નવી ફિલ્મો અને સીરીઝ પણ રિલીઝ થઈ રહી છે.

મૂવીઝ અને વેબ-સિરીઝ રિલીઝની તારીખ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ
નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ કોસ્ટાઓ 1 મે 2025 ના રોજ ZEE5 પર રિલીઝ થઈ રહી છે.
અનધર સિમ્પલ ફેવર 1 મે, 2025 ના રોજ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે.
કુલ્લ: ધ લેગસી ઓફ ધ રાઇઝિંગ 2 મે, 2025 ના રોજ જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે
સિસ્ટર મિડનાઈટ 2 મે, 2025 ના રોજ ટુબી બ્લેક પર સ્ટ્રીમ થશે
વ્હાઈટ એન્ડ ગ્રે-લવ કિલ્સ 2 મે, 2025 ના રોજ સોની લીવ પર રિલીઝ થશે
ધ બ્રાઉન હાર્ટ 3 મે, 2025ના રોજ જિયો હોટસ્ટાર પર આવશે.

ધ રોયલ્સ 9 મે, 2025 ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
જોન અબ્રાહમની ડિપ્લોમેટ 9 મે, 2025 ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
ગ્રામ ચિકિત્સાલય સીરીઝ 9 મે, 2025 ના રોજ એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોઈ શકાશે.
ધ રિઝર્વ 15મે, 2025થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
મર્ડરબોટ 16 મે, 2025થી એપલ ટીવી+ પર જોઈ શકાશે
જુનૂન 16મે 2025 થી JioHotstar પર જોઈ શકાશે.
સલમાન ખાનની ફિલ્મ સિકંદર 30 મે, 2025 ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.