વિધાર્થીઓની આતુરતાનો અંત: ધો.12નું પરિણામ જાહેર; વિજ્ઞાન પ્રવાહનું 83.51%, સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ

HSC Result 2025: ગુજરાતના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (HSC Result 2025) દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કરાયું છે. ઉંચા પરિણામો આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઈ શકે છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ધોરણ 12 સામાન્ય પવાહમાં 3,64,859 નિયમિત વિદ્યાર્થીઓ, 22,652 રિપીટર વિદ્યાર્થીઓએ, 4,031 આઈસોલેટેડ, 24,061 ખાનગી વિદ્યાર્થીઓ આમ કૂલ 4,23,909 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ગુજરાત શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,00,813 નિયમિક વિદ્યાર્થીઓએ, 10,476 રિપીટર વિદ્યાર્થીઓએ, 95 આઈસોલેટેડ એમ કૂલ 1,11,38 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગોંડલમાં સૌથી વધુ પરિણામ તો જિલ્લામાં મોરબી પ્રથમ નંબરે
ગોંડલ કેન્દ્ર 96 ટકા પરિણામ સાથે સૌ પ્રથમ નંબરે છે, તો મોરબી જિલ્લો 92 ટકા સાથે પ્રથમ નંબરે છે. દાહોદ 54 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા 97.2 ટકા સાથે સૌથી પ્રથમ સ્થાને છે.

83.51 ટકા જાહેર…
ગુજરાતી માધ્યમ 83.77 ટકા
અંગ્રેજી માધ્યમ 83.49 ટકા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ

નિયમિત વિદ્યાર્થીઓ – 1,00,813
રીપીટર વિદ્યાર્થી – 10,476
આઇસોલેટેડ – 95
કુલ – 1,11,384
ઉલ્લેખનીય છે કે, શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.