Jammu and Kashmir Army Accident: જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા ખાતે એક અકસ્માત થયો છે. અહીં સેનાનું એક વાહન અકસ્માતગ્રસ્ત (Jammu and Kashmir Army Accident) થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેટરી ચશ્મા નજીક સેનાનું એક વાહન નિયંત્રણ બહાર ગયું અને ઊંડી ખાઈમાં પડી ગયું. બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી. અહેવાલો અનુસાર બે જવાનના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.
અકસ્માત સવારે 11.30 વાગ્યે નેશનલ હાઇવે પર બન્યો
ફોટામાં 700 ફૂટ ઊંડી ખીણમાં ખાબકેલું સેનાનું વાહન જોઈ શકાય છે. ઘટના સ્થળે સૈનિકોના મૃતદેહ, તેમનો સામાન અને કેટલાક કાગળો વેરવિખેર પડ્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વાહન જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતો. આ અકસ્માત સવારે 11.30 વાગ્યે નેશનલ હાઇવે 44 પર બેટરી ચશ્મા નજીક આ દુર્ઘટના બની હતી.
કાફલાના આ વાહનમાં ત્રણ જવાનો સફર કરી રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે, સેનાનો કાફલો ઉધમપુરથી શ્રીનગર જઈ રહ્યો હતો. કાફલાના આ વાહનમાં ત્રણ જવાનો સવારી કરી રહ્યા હતા જે રામબન નજીક ખાડામાં ખાબક્યું હતું. વાહનમાં એક ડ્રાઇવર અને બે જવાન હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App